શોધખોળ કરો
Delhi MCD Results 2022 : દિલ્હી MCD ચૂંટણીમાં AAP ના વિજયની કાર્યકર્તાએ આ રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો
Delhi MCD Results 2022 : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDના ચૂંટણી પરિણામોનું ચિત્ર સાફ થઈ ગયું છે. 15 વર્ષ બાદ MCD ભાજપના હાથમાંથી સરકી ગયું છે.
સેલિબ્રેશન કરતાં પાર્ટીના કાર્યકર્તા
1/9

આમ આદમી પાર્ટીને 250માંથી અડધાથી વધુ બેઠકો મળી છે. ભાજપને હાલ 105 બેઠક મળી છે.
2/9

એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં જ કાર્યકરો ઢોલ નગારાના તાલે નાચવા લાગ્યા હતા.
3/9

વોટ શેરની વાત કરીએ તો આ ચૂંટણીમાં 42.4 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે, જે 2017ના પરિણામો કરતા ઘણો વધારે છે.
4/9

2017 માં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તે સમયે આમ આદમી પાર્ટીને NDMCમાં 27.88 ટકા, SDMCમાં 26.44 ટકા અને EDMCમાં 23.4 ટકા વોટ શેર મળ્યા હતા.
5/9

જો તેમની સરેરાશ જોવામાં આવે તો આમ આદમી પાર્ટીને લગભગ 25 ટકા વોટ શેર મળ્યા છે.
6/9

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ભાજપને દિલ્હીના લોકો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે. વિકાસ માટે કામ કરનારને જનતાએ મત આપ્યો છે.
7/9

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ એકબીજાનું મોં મીઠું કરાવીને સેલિબ્રેશન કર્યુ હતું.
8/9

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઓફિસની બહાર કેજરીવાલના ગેટઅપમાં આવેલો નાનો બાળક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
9/9

જીતનું સેલિબ્રેશન કરતાં આપના કાર્યકરો. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ અને ટ્વિટર)
Published at : 07 Dec 2022 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
