કોવિડ -19 સામે લડવા માટે હાલ દેશભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ વેક્સિનેશનને લઇને એક ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, વેક્સિનેશનને લઇને બાદ સામાન્ય સાઇડ ઇફેક્ટ સામાન્ય બાબત છે. રસીના સામાન્ય અને લોન્ગ ટર્મ સાઇડ ઇફેક્ટ મુદ્દે પણ ડબલ્યુએચઓએ જાણકારી આપી છે. બીજું બાજુ એક્સપર્ટ જણાવે છે કે, કોવિડ-19ની રસી લીધા બાદ આપે કેટલીક બાબતોને અવોઇડ કરવી જરૂરી છે. વેક્સિન લગાવ્યાં બાદ ટેટુ ન ચિતરાવવું જોઇએ.
2/4
મેડિકલ એક્સ્પર્ટના જણાવ્યા મુજબ વેક્સિન લગાવ્યા બાદ થોડા દિવસ સુધી વેક્સિન ન કરાવું . જો કે તેની ખૂબ જ ઓછી શક્યતા છે પરંતુ તેનાથી ઇમ્યૂન સિસ્ટમ પર વિપરિત અસર થઇ શકે છે. કોવિડની વેક્સિન સાથે કોઇ બીજી વેક્સિન ન લેવી. હજું સુધી એ મુદ્દે કોઇ રિસર્ચ નથી થયું કે કોવિડની વેક્સિન સાથે અન્ય કોઇ બીમારીની રસી શરીર પર કેવી અસર કરે છે. તેથી અન્ય બીમારીની રસી આ સમયે ન લેવી જ હિતાવહ છે.
3/4
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એકસપર્ટના જણાવ્યાં મુજબ વેક્સિન લીધા બાદ જીમ જવાનું અને અન્ય કોઇ એક્સરસાઇઝ કરાવાનું ટાળો. પુરતો આરામ કરો અને પર્યાપ્ત માત્રામાં ઊંઘ લો. જો માંસપેશીમાં દુખાવો હશે તો વધી શકે છે. જેથી વેક્સિનેશન બાદ વર્કઆઉટથી બેથી ત્રણ દિવસનો બ્રેક લેવો જ હિતાવહ છે.
4/4
શરીરમાં પાણીની કમી ન થવા દો. વેક્સિન લીધા બાદ શરીરને હાઇડ્રેઇટ રાખવું જોઇએ. કારણ કે ઇમ્યૂન સિસ્ટમમને પ્રોસેસ કરવામાં પાણી શરીરની મદદ કરે છે. જો આપને વેક્સિન બાદ તાવ આવે તો તે તેનાથી બહાર આવવામાં પણ મદદ કરે છે.