શોધખોળ કરો
In Photos: શિવની નગરીએ તોડ્યો અયોધ્યાનો રેકોર્ડ, 18 લાખ 82 હજાર દીવાઓથી પ્રકાશિત થયું ઉજ્જૈન, જુઓ અદ્ભુત નજારો
Maha Shivaratri 2023: ઉજ્જૈને મહાશિવરાત્રી પર દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. સીએમ શિવરાજે ઉજ્જૈનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવા પર ગર્વની વાત કહી છે.
શિવની નગરીએ તોડ્યો અયોધ્યાનો રેકોર્ડ, 18 લાખ 82 હજાર દીવાઓથી પ્રકાશિત થયું ઉજ્જૈન
1/7

ધાર્મિક નગરી ઉજ્જૈને દીવો પ્રગટાવવામાં ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો છે. ઉજ્જૈનમાં 18 લાખ 82 હજાર દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. દિપ પ્રગટાવવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતે ઉજ્જૈન પહોંચ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ બન્યા બાદ દીપ પ્રગટાવનાર સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
2/7

મહાશિવરાત્રીના તહેવાર પર ઉજ્જૈનમાં શિવ દિવાળી ઉજવવામાં આવે છે. શિવ દિવાળીના અવસર પર ઉજ્જૈન દીવાઓથી ઝળહળી ઉઠે છે. વર્ષ 2020માં અયોધ્યાએ 11 લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. અયોધ્યામાં 15 લાખ 75 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
Published at : 19 Feb 2023 06:27 AM (IST)
આગળ જુઓ





















