LACના સૌથી વિવાદિત વિસ્તાર ફિંગર એરિયામાંથી ચીની સેનાએ પોતાના સૈનિકો અને બંકર્સની સાથે સાથે મિસાઈલ બેસ અને તોપને હટાવી લીધી છે. આગામી કેટલાક દિવસોમાં ફિંગર વિસ્તાર ખાલી કરવા જઈ રહ્યું છે. ભારતીય સેનાએ ચીની સેનાના ડિસઈંગેઝમેન્ટના વીડિયો જાહેર કર્યા છે.
2/5
ભારતીય સેનાએ મોબાઈલથી અને ડ્રોનની મદદથી આ વીડિયો બનાવ્યા છે. કારણ કે ડિસઈંગેઝમેન્ટ કરારમાં લખ્યું હતું કે જે પણ આ દરમિયાન પ્રક્રિયા થશે તેને વેરીફાઈ કરવામાં આવશે. તેનો ઉલ્લેખ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આપેલા પોતાના ભાષણમાં પણ કર્યો હતો.
3/5
સૂત્રોનું માનીએ તો ફિંગર એરિયામાં ચીની સેનાના હવે કેટલાક ટેંટ અને બેરેક રહ્યા છે. તે પણ થોડા દિવસોમાં બિલકુલ સાફ થઈ જશે. કારણ કે ફિંગર વિસ્તારને ડિસઈંગેઝમેન્ટના એક સપ્તાહની અંદર સાફ કરવાનું હતું.
4/5
એક વીડિયોમાં મોટી સંખ્યામાં ચીની સૈનિક એક લાઈનમાં પોતાના બેરેકમાં જતા જોવા મળી રહ્યા છે. જાણકારી મુજબ ચીની સૈનિક છેલ્લા નવ મહિનાથી ફિંગર વિસ્તારમાં તૈનાત હતા અને હવે સિરેજૈપ અને ખુરનાક ફોર્ટ તરફ જઈ રહ્યા છે. સિરિજૈપમાં ચીની સૈનિકોની સ્થાયી ચોકી છે અને ખુરનાક ફોર્ટમાં પીએલએ આર્મીની છાવણી છે.
5/5
ભારતીય સેનાએ ચીની સેનાના ફિંગર એરિયાથી ડિઈંડક્શનના વીડિયો જાહેર કર્યા છે, તેમાં જોઈ શકાય છે કે ચીની સૈનિક પોતાના સંઘડ એટલે કે પથ્થરથી બનેલા બંકર તોડી રહ્યા છે. સાથે જ બંકરની છત પરથી પોલિથિન ચાદર હટાવી રહ્યા છે. કેટલાક સૈનિક જનરેટર વગેરે લઈ જતા જોવા મળી રહ્યા છે.