શોધખોળ કરો
Online Portal: શું છે જન સમર્થ પૉર્ટલ ? જાણો તમે આ પૉર્ટલ દ્વારા ઉઠાવી શકો છો કોઇપણ સરકારી યોજનાનો લાભ

ફાઇલ તસવીર
1/6

Jan Samarth Portal: કેન્દ્રની મોદી સરકાર ડિજીટલાઇઝેશન પર બહુજ જોર આપી રહી છે. સરકારે મોટાભાગની સરકારી યોજનાઓ અને બેન્કિંગ ફેસિલિટીને ઓનલાઇન કરી દીધી છે. તાજેતરમાં જ દેશમાં વડાપ્રધાન મોદીએ 'જન સમર્થ પૉટર્લ'ની શરૂઆત કરી છે. આ પૉર્ટલ દ્વારા સરકારે અલગ અલગ સરકારી યોજનાઓને એક જગ્યાએ લાવવાની કોશિશ કરી છે. આ સરકારી ક્રેડિટ યોજનાઓનુ એક સમાન પૉર્ટલ છે.
2/6

આ પૉર્ટલ દ્વારા લૉન લેવાવાળા અને લૉન અપવાવાળાને એક સાથે જોડવામાં આવે છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અંતર્ગત મળનારી લૉન માટે તમે અરજી કરી શકો છો. આનાથી તમારે લૉન લેવામાં આસાની રહેશે. (PC: Freepik)
3/6

આ પૉર્ટલ દ્વારા તમે 13 સરકારી યોજનાઓ માટે લૉન એપ્લીકેશન કરી શકો છો. આની સાથે જ લૉન માટે અરજી આપતા પહેલા એલિજિબિલિટીને પણ ચેક કરી શકો છો. આ પછી તમે લૉન માટે એલિજીબલ હોવ તો તમે આના માટે અરજી કરી શકો છો. (PC: Freepik)
4/6

ઉલ્લેખનીય છે કે, અરજીની પ્રક્રિયાને આસાનીથી ઓનલાઇન જ પુરી કરી શકાય છે. આ પછી તમે તમારી અરજીની સ્ટેટસને પણ ચેક કરી શકો છો. જો લૉનમાં કોઇપણ પ્રકારની પરેશાની થઇ રહી છે, તો તમે આની આસાનીથી ફરિયાદ પણ નોંધાવી શકો છે. (PC: Freepik)
5/6

આ પૉર્ટલ દ્વારા ગ્રાહક અને દેશની કેટલીય બેન્ક અને બિનસરકારી નાણાંકીય સંસ્થાઓ પણ જોડાયેલી છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અને ચાર કેટેગરીમાં લૉનને વહેંચવામાં આવી છે. આ કેટેગરી છે એજ્યૂકેશન, કૃષિ, બિઝનેસ અને જીવનપાયન માટે લૉન સામેલ છે. (PC: Freepik)
6/6

ખાસ વાત છે કે, આ પૉર્ટલ દ્વારા લૉનની અરજી બહુજ આસાન છે, સૌથી પહેલા તમે 4 કેટેગરીમાંથી કોઇપણ એકને પસંદ કરો,આ પછી કેટેગરી અનુસાર, તમારે તે સરકારી યોજના વિશે જાણકારી મળશે. આ પછી તમારી યોગ્યતાને ચેક કરો અને બાદમાં અરજીની પ્રક્રિયાને પુરી કરી શકાય છે. (PC: Freepik)
Published at : 03 Jul 2022 04:51 PM (IST)
આગળ જુઓ
Advertisement