શોધખોળ કરો
આનંદો! ગુજરાત સહિત રાજ્યોમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાની શક્યતા,ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ચોમાસુ (Monsoon) તેની સામાન્ય તારીખ કરતાં ચાર દિવસ વહેલું આગળ વધી રહ્યું છે, કેરલષ કર્ણાટકમાં ભારે વરસાદ (Rain)ની આગાહી છે.

બંગાળની ખાડીમાં ગઈકાલે લો પ્રેસર સર્જાતા તે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 24 મે સુધીમાં વાવાઝોડામાં પરિવર્તીત થશે અને ત્યારબાદ તા.૨૫ની સાંજે વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.
1/5

તેના કારણે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) પણ આગળ વધી રહ્યું છે. માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન નિકોબાર ટાપુ સમુહમાં આગળ વધ્યું હતું અને હજુ બે દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે.
2/5

ભારતમાં ચોમાસા (Monsoon)ની શરૂઆત કેરળથી થાય છે જે આ વખતે 30 મે સુધીમાં કેરળમાં ચોમાસા (Monsoon)ની એન્ટ્રી થવાની શક્યતા છે. પરંતુ 30 મે પહેલા જ 22 મેના રોજ કેરળમાં ચોમાસા (Monsoon)ની એન્ટ્રી થઈ ગઈ છે.
3/5

જો આ જ ગતિએ ચોમાસુ (Monsoon) આગળ વધશે અને સમુદ્રામાંથી પણ સપોર્ટ મળશે તો ચોમાસું (Monsoon) ગુજરાતમાં પણ વહેલુ આવી જશે.
4/5

જોકે હજુ સુધી કેરળમાં સત્તાવાર ચોમાસા (Monsoon)ની જાહેરાત થઈ નથી એ પહેલા જ કેરળમાં ત્રણ ચાર ઈંચ, તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળે ૩થી ૬ ઈંચ સહિત કર્ણાટક, ઝારખંડમાં ધોધમાર વરસાદ (Rain) નોંધાયો છે.
5/5

હજુ કેરલ,તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક વગેરે રાજ્યોમાં તીવ્ર પવન, ગાજવીજ સાથે વ્યાપક વરસાદ (Rain)ની આગાહી છે.
Published at : 23 May 2024 07:13 AM (IST)
આગળ જુઓ
Advertisement