શોધખોળ કરો
Advertisement

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor Latest Interview: ચૂંટણી રણનીતિકાર પીકેએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે જેટલા પણ ઇન્ટરવ્યુ આપ્યા, તેમાં તેમણે એ જ કહ્યું કે મોદીના સપોર્ટની ઇન્ટેન્સિટીમાં ઘટાડો આવ્યો છે.

સામાન્ય ચૂંટણી 2024 પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ જે રીતે હવા બનાવી હતી, પરિણામો પછી તેને મોટો ઝટકો લાગ્યો હતો. ચૂંટણીમાં તેની સાથે શું થયું હતું? આ વિશે ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોર (પીકે)એ જણાવ્યું છે. તેમણે ત્રણ મહત્વપૂર્ણ ફેક્ટર ગણાવ્યા છે, જેના કારણે BJPને આંચકો લાગ્યો. આવો, જાણીએ આ વિશે:
1/7

જન સુરાજના સ્થાપક અને ચૂંટણી રણનીતિકારે તે ફેક્ટર જણાવ્યા છે, જેનાથી સામાન્ય ચૂંટણીમાં BJPને નુકસાન થયું.
2/7

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બ્રાન્ડ મોદી પર ઓવરડિપેન્ડન્સી હોવાને પહેલો અને સૌથી મહત્વપૂર્ણ કારક ગણાવ્યો.
3/7

બીજા ફેક્ટરનો ઉલ્લેખ કરતાં જન સુરાજના સ્થાપક પીકે બોલ્યા કે BJPએ '400 પાર'નો અધૂરો નારો આપ્યો.
4/7

પીકે અનુસાર, "વિપક્ષે BJPના 400 પાર નારાને પૂર્ણ કર્યો. તેને બંધારણ લોકશાહી સાથે જોડીને ખૂબ ચગાવ્યો."
5/7

પ્રશાંત કિશોરે ત્રીજા ફેક્ટર તરીકે કહ્યું કે BJPના કોર મતદારને પણ PM મોદીની ભાષા પસંદ ન આવી.
6/7

પીકે બોલ્યા કે મોદીના ફેન્સને પણ આ સારું ન લાગ્યું. તે લોકો પણ બોલ્યા કે આ બધું PMના મોંમાંથી સારું નથી લાગતું.
7/7

ખરેખર, ચૂંટણીમાં PMએ મટન, મુજરા, મંગળસૂત્ર, મુસલમાન, મસ્જિદ, મદરેસા જેવા શબ્દોનો રેલીઓમાં ઉપયોગ કર્યો હતો.
Published at : 09 Sep 2024 03:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion