શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Salman Khan: સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ ત્રણ વખત કરી હતી રેકી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયેલા બંને આરોપીઓની ક્રાઈમ બ્રાંચની મદદથી ધરપકડ કરવામાં આવી છે. બંને ગુજરાતના ભૂજથી ઝડપાયા છે.
આરોપીઓને મુંબઇ લાવવામાં આવ્યા હતા.
1/6

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયેલા બંને આરોપીઓની ક્રાઈમ બ્રાંચની મદદથી ધરપકડ કરવામાં આવી છે. બંને ગુજરાતના ભૂજથી ઝડપાયા છે. બંને આરોપીઓને ગુજરાતથી ફ્લાઈટમાં મુંબઈ લાવવામાં આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પરથી આરોપીઓના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે.
2/6

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગને લઈને મોટો ખુલાસો થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે (16 એપ્રિલ) જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બે માણસોએ આ ઘટનાને અંજામ આપતા પહેલા અભિનેતાના ઘરની આસપાસ ત્રણ વખત રેકી કરી હતી. બંને આરોપીઓની ઓળખ બિહારના રહેવાસી વિકી ગુપ્તા (24 વર્ષ) અને સાગર પાલ (21 વર્ષ) તરીકે થઈ છે. રવિવારે સવારે બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ બંને ફરાર થઈ ગયા હતા.
3/6

પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓ સોમવારે મોડી રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના માતાના મઢમાંથી ઝડપાયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે વિક્કી મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન પાછળ બેઠેલા સાગરે અભિનેતાના ઘરે કથિત રીતે ગોળીબાર કર્યો હતો.
4/6

મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) લખ્મી ગૌતમે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે બંને લોકોને મંગળવારે સવારે ફ્લાઈટમાં મુંબઈ લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ બંન્નેને 25 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
5/6

અધિકારીએ જણાવ્યું કે, રવિવારે આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતી. ઘટનાની તપાસ દરમિયાન ફાયરિંગની જવાબદારી સ્વીકારતી ફેસબુક પોસ્ટ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પોસ્ટ કથિત રીતે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ દ્વારા અપલોડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને અનમોલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
6/6

અગાઉ કચ્છ-પશ્ચિમના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ મહેન્દ્ર બગડિયાએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાગર અને વિકી બંનેને લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપવા માટે રાખવામાં આવ્યા હતા. બગડિયાના કહેવા પ્રમાણે, જ્યારે સાગરે ખાનના ઘરે ગોળીબાર કર્યો ત્યારે વિકી ગેંગના સભ્યોના સંપર્કમાં હતો. તેણે જણાવ્યું હતું કે બંને લોકોએ ગુનો સ્વીકારી લીધો છે.
Published at : 16 Apr 2024 04:05 PM (IST)
આગળ જુઓ
Advertisement





















