શોધખોળ કરો
SBIએ પોતાના ગ્રાહકોને એલર્ટ મોકલ્યો, આ નંબરો પરથી કૉલ આવે તો થઇ જાઓ સાવધાન, જાણો......
SBI SMS Alert Number: દેશની સૌથી મોટી ભારતીય બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના કરોડો ગ્રાહકો માટે એક એલર્ટ મેસેજ ડિકલેર કર્યો છે.
ફાઇલ તસવીર
1/7

SBI SMS Alert Number: દેશની સૌથી મોટી ભારતીય બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના કરોડો ગ્રાહકો માટે એક એલર્ટ મેસેજ ડિકલેર કર્યો છે.
2/7

જો તમે State Bank Of India (SBI)ના ગ્રાહકો છો તો તમારા માટે આ બહુજ જરૂરી સૂચના છે. SBI એ પોતાના ગ્રાહકોને 2 મોબાઇલ નંબરથી સતર્ક રહેવા માટે કહ્યું છે, બેન્કનું કહેવુ છે કે આ નંબરોનો ઉપયોગ ફિશિંગ માટે કરવામાં આવી રહ્યો છે.
3/7

SBI બેન્કે આ નંબરો પરથી મોકલવામાં આવેલા કોઇપણ લિન્ક પર ક્લિક કરવાની સખત મનાઇ કરી છે. આસામ CID એ સૌથી પહેલા આ નંબરો વિશે ચેતાવણી આપી હતી. CID એ એક ટ્વીટમાં લખ્યું- SBI ગ્રાહકોને 2 નંબરથી કૉલ આવી રહ્યો છે કે તે KYC અપડેટ કરવા માટે ફિશિંગ લિન્ક પર ક્લિક કરો. તમામ SBI ગ્રાહકોને અનુરોધ છે કે આવી કોઇપણ સંદિગ્ધ લિન્ક પર ક્લિક ના કરો.
4/7

બેન્કે પણ આ ટ્વીટની પુષ્ટી કરી અને પોતાના ગ્રાહકોને ફોન ના ઉઠાવવા અને KYC અપડેટ લિન્ક પર ક્લિક ના કરવા માટે કહ્યું છે. બેન્કે માત્ર કૉલ પર જ નહીં પરંતુ SMS, ઇમેઇલ વગેરે પર પણ આવી લિન્કથી સાવધાન રહેવાનુ કહ્યું છે. આ જરૂરી નંબરને કોઇની પણ સાથે શેર ના કરો.
5/7

તમે પોતાની ડેટ ઓફ બર્થ, ડેબિટ કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેન્કિંગ યૂઝર આઇડી અને પાસવર્ડ, ડેબિટ કાર્ડ પીન, સીવીસી અને ઓટીપી જેવા નંબર કોઇની પણ સાથે શેર ના કરો, આ ઉપરાંત એસબીઆઇ, આરબીઆઇ, સરકાર, ઓફિસ, પોલીસ અને કેવાઇસી ઓથોરિટીના નામ પર જે ફોન કૉલ આવે છે તેમનાથી સાવધાન રહો.
6/7

આ ઉપરાંત ફોન પર કોઇના કહેવાથી કોઇપણ એપ કે પછી કોઇ અજાણ્યા સોર્સ દ્વારા કોઇ એપ પોતાના ફોનમાં ડાઉનલૉડ ના કરો. અજાણ્યા લોકો તરફથી મોકલવામાં આવેલા મેલ અને મેસેજમાં કોઇપણ લિન્ક પર ક્લિક ના કરો. કોઇપણ પ્રકારની ફેક ઓફર્સ જે તમને સોશ્યલ મીડિયા કે પછી ફોન પર મળે છે તેનાથી સાવધાન રહો.
7/7

SBIએ કહ્યું કે, બેન્ક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડનો નંબર કે પછી કોઇની તસવીર ખેંચીને પણ તમારી જાણકારી લીક થવાનો ખતરો રહે છે. તમારુ એકાઉન્ટ પુરેપુરુ ખાલી થઇ શકે છે.
Published at : 04 Oct 2022 12:42 PM (IST)
આગળ જુઓ





















