નવી દિલ્હીઃ આસામમાં બુધવારે ગેંડાના 2479 શીંગડાને સળગાવી દેવામાં આવ્યા, જેથી આ મિથકને દુર કરી શકાય કે આ શીંગડાઓમાં ચમત્કારી ઔષધીય ગુણ હોય છે. દુનિયામાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ક્યારેય શીંગડાઓને સળગાવવામાં નથી આવ્યા.
2/6
આ પગળુ લુપ્તપાય એક શીંગડા વાળા ભારતીય ગેંડાના ગેરકાયદે શિકારને રોકવા માટે મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાના પ્રયાસોનો ભાગ છે.
3/6
સીએમે કહ્યું કે, ભારતીય કાનૂનોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં લોકો અને સરકારો બન્ને દ્વારા શરીરના અંગોનુ વેચામ પર રોક છે, ભલે તે મનુષ્યના હોય કે પશુઓના.... આસામ આનુ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
4/6
મુખ્યમંત્રીએ કહ્યું- અમે દુનિયાને એક મોટો સંદેશ આપવા માંગીએ છીએ કે માથા પર શીંગડાની સાથે જીવતો ગેંડો અમારી માટે અનમોલ છે, ના કે મૃત જાનવર, જેના શીંગડા યા તો શિકારીઓ દ્વારા કાઢી લેવામાં આવે છે યા તો સરકારી ખજાનામાં રાખવામાં આવ્યા છે.
બોકાખાટમાં મુખ્યમંત્રી, વન તથા પર્યાવરણ મંત્રી પરિમલ શુક્લવૈદ્ય અને સ્થાનીક આસામ ગણ પરિષદ ધારાસભ્ય તથા કૃષિ મંત્રી અતુલ બોરા સહિત કેટલાક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગેંડાના શીંગડાને સાર્વજનિક રીતે સળગાવવામા આવ્યા. દેશમાં આ રીતનુ આ પહેલુ પગલુ છે.