શોધખોળ કરો
Railway GK: આ છે ભારતનું એકમાત્ર એવું રાજ્ય જ્યાં આજે પણ નથી એકપણ રેલવે લાઇન, નથી દોડતી રેલવે
જાણો છો, ભારતના આ રાજ્યમાં હજુ સુધી નથી એકપણ રેલવે ટ્રેક, નથી દોડતી રેલવે....
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

State With No Railway Line: એક તરફ ભારતીય રેલ્વે ઘણી સમૃદ્ધ અને ઘણી બધી સુવિધાઓથી સજ્જ દેખાય છે. તો ભારતમાં આવું એક રાજ્ય છે. જ્યાં રેલ્વે લાઈન નથી. અમે તમને તેના વિશે વાત કરી રહ્યાં છીએ. ભારતીય રેલ્વે એ વિશ્વની ચોથી સૌથી મોટી રેલ્વે વ્યવસ્થા છે. ભારતીય રેલ્વેમાં દરરોજ લગભગ 3 કરોડ મુસાફરો મુસાફરી કરે છે.
2/7

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 23,000 ટ્રેનોનું સંચાલન કરે છે. જેમાંથી લગભગ 13,000 ટ્રેનો પેસેન્જર ટ્રેન છે અને જે લગભગ 7000 સ્ટેશનો પરથી પસાર થાય છે.
3/7

હવે ભારતમાં ટ્રેનોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે. ભારતીય રેલ્વે તેને વધુ સુધારવા માટે દિન-પ્રતિદિન કામ કરી રહી છે.
4/7

જ્યાં ભારતીય રેલ્વે ખૂબ સમૃદ્ધ અને ઘણી બધી સુવિધાઓથી સજ્જ દેખાય છે. તો ભારતમાં આવું એક રાજ્ય છે. જ્યાં રેલ્વે લાઈન નથી.
5/7

સિક્કિમ 16 મે 1975ના રોજ 22માં રાજ્ય તરીકે ભારતમાં જોડાયું. પરંતુ અત્યાર સુધી સિક્કિમ રાજ્યમાં ના તો કોઈ રેલવે સ્ટેશન છે કે ના તો કોઈ રેલવે લાઈન છે.
6/7

ટ્રેન દ્વારા સિક્કિમ જવા માટે લોકોએ હજુ પણ બંગાળના સિલીગુડી અથવા જલપાઈગુડી રેલવે સ્ટેશન પર ઉતરવું પડે છે.
7/7

તમને જણાવી દઈએ કે ભારત સરકારે સિક્કિમમાં રેલવે સ્ટેશનની સ્થાપના માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે વર્ષ 2029માં પૂર્ણ થવાની સંભાવના છે.
Published at : 31 Mar 2024 01:18 PM (IST)
આગળ જુઓ





















