શોધખોળ કરો
યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ફેંકાયેલા હજારો બોમ્બ આ મંદિર સામે નિષ્ફળ ગયા હતા, દુશ્મન પણ માતાજીના ચમત્કાર સામે ઝૂકી ગયો હતો
જેસલમેર નજીક સ્થિત આ મંદિરને 'યુદ્ધની દેવી' તરીકે ઓળખાય છે, ૧૯૬૫ના યુદ્ધમાં બોમ્બ ફૂટ્યા નહિ, આજે પણ મંદિરમાં બોમ્બ રખાયા છે, પાકિસ્તાની બ્રિગેડિયરે દર્શન કરી છત્ર ચઢાવ્યું હતું.
Tanot Mata Mandir Jaisalmer: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જે તણાવ અને સરહદ પર ગતિવિધિઓ જોવા મળી રહી છે, તેવા માહોલમાં રાજસ્થાનના જેસલમેર નજીક ભારત પાકિસ્તાન સરહદ પર આવેલું તનોટ માતા મંદિર ફરી ચર્ચામાં છે. આ મંદિર તેના ચમત્કારો માટે જાણીતું છે, ખાસ કરીને ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન માતાજીએ ભારતીય સૈનિકોનું રક્ષણ કર્યું હોવાનું મનાય છે.
1/6

જેસલમેરથી આશરે ૧૨૦ કિલોમીટર દૂર સ્થિત આ તનોટ માતા મંદિર ૧૨મી સદીમાં જેસલમેરના ભાટી રાજપૂત શાસક મહારાવલ લોનકાવત દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને 'યુદ્ધની દેવી'ના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
2/6

૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, પાકિસ્તાની સેનાએ આ વિસ્તારમાં હાજર ભારતીય સેના પર હુમલો કરવા માટે મંદિર પાસે અને આસપાસ હજારો બોમ્બ ફેંક્યા હતા. જોકે, આશ્ચર્યજનક રીતે, ફેંકવામાં આવેલા હજારો ગોળામાંથી એક પણ બોમ્બ યોગ્ય નિશાન પર વાગ્યો ન હતો.
Published at : 04 May 2025 09:09 PM (IST)
આગળ જુઓ





















