શોધખોળ કરો
Holi 2022: બરસાનામાં ગોપીઓએ રમી લઠ્ઠમાર હોળી, જુઓ તસવીરો અને જાણો પરંપરાનો ઈતિહાસ

લઠ્ઠમાર હોળી
1/9

રંગોનો તહેવાર હોળી દરેક જગ્યાએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ સમગ્ર વ્રજમાં હોળી રમવાની એક અલગ જ રીત છે. વ્રજમાં ફૂલોની હોળી, રંગ-ગુલાલની હોળી અને લઠ્ઠ માર હોળી એમ વિવિધ પ્રકારની હોળી રમવામાં આવે છે. વ્રજની હોળી માણવા માટે દૂર-દૂરથી લોકો વ્રજમાં પહોંચે છે.
2/9

બરસાનામાં ઉજવાતી લઠ્ઠમાર હોળી તેની અનોખી શૈલી માટે વિશ્વભરમાં જાણીતી છે, અહીં આ વિશ્વ પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી હોલિકા દહનના પાંચ દિવસ પહેલાં ઉજવવામાં આવે છે.
3/9

લઠ્ઠમાર હોળીમાં સ્ત્રીઓ, જેમને હુરિયારીન કહેવામાં આવે છે, તેઓ હુરિયારીઓ (પુરુષો)ને તેમના લાકડી વડે મારે છે અને હુરિયારીઓ (પુરુષો) તેમના માથા પર ઢાલ રાખીને પોતાને હુરિયારીઓની લાકડીઓથી બચાવે છે.
4/9

આ લઠ્ઠમાર હોળીની અનોખી પરંપરાની ઉજવણીનો ઇતિહાસ સદીઓ જૂનો છે. એવું કહેવાય છે કે, લઠ્ઠમાર હોળી પાંચ હજાર વર્ષ પહેલાં શરૂ થઈ હતી.
5/9

હિંદુ શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ વ્રજ છોડીને દ્વારકા ગયા હતા. જ્યારે તે ફરીથી બરસાના આવ્યા, ત્યારે વ્રજમાં હોળીનો સમય હતો. કૃષ્ણના અલગ થવાથી દુઃખી થયેલી રાધા અને સખીઓએ ત્યારે તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
6/9

રાધા અને સખીઓ ઇચ્છતી હતી કે, કૃષ્ણ ક્યારેય દૂર ન રહે. તેથી જ કૃષ્ણએ નારાજ રાધા અને સખીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રાધાએ અને સખીઓએ પોતાનો પ્રેમાળ ગુસ્સો વ્યક્ત કરતા તેમણે લાકડીઓ વડે કૃષ્ણ સાથે હોળી રમી હતી.
7/9

ત્યારથી આજદિન સુધી લઠ્ઠમાર હોળી ઉજવવાની પરંપરા ચાલી આવે છે. લઠ્ઠમાર હોળી જોવા માટે દૂર-દૂરથી લોકો બરસાના આવે છે.
8/9

મથુરાની હોળીની શૈલી ખૂબ જ અનોખી છે. મથુરામાં આ વર્ષે 12 માર્ચે નંદગાંવમાં લઠ્ઠમાર હોળી ઉજવવામાં આવી રહી છે. 14 માર્ચે મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર હોળીનું આયોજન કરવામાં આવશે. 14 માર્ચે મથુરામાં જ શ્રી કૃષ્ણ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવામાં આવશે.
9/9

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 14 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવશે. 16 માર્ચે ગોકુલમાં છડીમાર હોળી રમાશે. 18 માર્ચે હોલિકા દહનનું આયોજન ફલેન ગામ (મથુરા)માં થશે. 20 માર્ચે બલદેવમાં બલદેવનો હુરંગા યોજાશે.
Published at : 12 Mar 2022 04:13 PM (IST)
આગળ જુઓ
Advertisement