તાઇવાનની એક વ્યક્તિએ એક નહીં બે નહીં પરંતુ 4 વખત લગ્ન કર્યાં. તેમણે ચાર વખત એક જ મહિલા સાથે લગ્ન કર્યાં. આ વ્યક્તિ તાઇપેનની બેન્કમાં ક્લાર્ક છે. તેમણે આવું શા માટે કર્યું તે કારણ જાણીને આપ પણ દંગ કરી જશો.
2/5
તાઇપેન બેન્કના ક્લાર્ક તેમની પત્ની સાથે બીજી વખત ત્રીજી વખત અને ચોથી વખત ફરી લગ્ન કરવા માટે તેમણે તેમની પત્નીને ત્રણ વખત ડિવોર્સ આપ્યાં હતા.
3/5
આ ક્લાર્કે પેઇડ લિવનો ઉપયોગ કરવા માટે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. તાઇવાનમાં લગ્નની રજા માટે 8 રજા મળે છે. જો કે આ વ્યક્તિએ તેમની 32 પેઇડ લિવને વાપરવા માટે ત્રણ વખત ડિવોર્સ કર્યાં અને ચાર વખત લગ્ન કર્યાં
4/5
બેન્કને સમગ્ર મામલો સમજાતા આ વ્યક્તિ સામે છેવટે મામલો તાઇપે લેબર બ્યૂરોમાં પહોંચ્યો જેમાં બેંક પર લેબર લીવ રુલ્સનું પાલન નહી કરીને કાયદો તોડવાનો આરોપ મુક્યો હતો. જો કે કાનૂન પ્રમાણ લગ્નની 8 રજા મળતી હતી પરંતુ છુટાછેડા લઇને ચાર વાર લગ્ન કર્યા હોવાથી 32 રજાનો હકકદાર બને છે, તેઓ નિર્ણય આપ્યો હતો.
5/5
આ નિર્ણય વિરૂદ્ધ બેંક અપીલ કરી હતી અને કર્મચારીએ લગ્નની રજાનો ખોટો ઉપયોગ કર્યો હોવોના દાવો કર્યો હતો. જો કે . તપાસમાં એવું જાણવા મળ્યું કે રજા લેનારા બેંક કર્મચારીનું વર્તન અનૈતિક હતું પરંતુ બેંકે પણ લેબર નિયમનો ભંગ કર્યો હતો તેથી આ મામલે બેંકને નિયમ ભંગ બદલ 52800 રૂપિયાનો દંડ ભરવાની ફરજ પડી હતી.