શોધખોળ કરો
Gujarat HeatWave: સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમી, રાજકોટમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી
Gujarat HeatWave: સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમી, રાજકોટમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

રાજકોટ: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનાની શરુઆતથી જ અંગ દઝાડતી ગરમી પડી રહીછે. અમદાવાદ સહિતના શહેરોમાં આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચશે. હીટવેવને લઈ પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
2/6

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ કારણે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અનેક જગ્યાએ હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.
Published at : 15 Apr 2025 03:30 PM (IST)
આગળ જુઓ





















