શોધખોળ કરો
Rajkot Rain: રાજકોટમાં દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર,અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર,અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રાજકોટમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર
1/7

રાજકોટ: રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે માત્ર દોઢ કલાકમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
2/7

રાજકોટ શહેરમાં દોઢ કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરમાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજમાર્ગોમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 3 ઈંચ વરસાદથી પ્રિ મોનસુનની પોલ ખુલી ગઈ છે.
3/7

રાજકોટ શહેરના લલુડી વોંકળા વિસ્તાર ,રૈયા ગામ ,સાધુ વાસવાણી રોડ ,મવડી વિસ્તાર , પોપટપરા વિસ્તારમાં વધુ પાણી ભરાયા છે. ભારે પવન અને વરસાદને કારણે શહેરમાં 5 જેટલા સ્થળોએ વૃક્ષ પડવાની ઘટનાઓ બની છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.
4/7

સાધુ વાસવાની રોડ પર એક કલાક સુધી વાહનો ચાલી ન શક્યા. અનેક જગ્યા ઉપર કાર સહિતના વાહનો બંધ થયા હતા. મહાનગરપાલિકાની પ્રી મોનસૂન પ્લાનની પોલ ખુલી ગઈ.
5/7

રાજકોટ રૈયા ગામ ખાતે ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગોઠણડૂબ પાણીમાં ફોર વ્હીલર પાણીમાં ગરકાવ થઈ હતી. પશ્ચિમ રાજકોટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.
6/7

સાંજના સમયે ભારે વરસાદના પગલે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને પાણી ભરાયા છે.
7/7

દોઢ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. શહેરના નાના મવા રોડનો વિડિયો વાયરલ થયો છે. અહીં એક્ટિવા રોડ પર તરતું હોય તેવો વિડિયો વાયરલ થયો છે.
Published at : 14 Jun 2025 09:23 PM (IST)
આગળ જુઓ
Advertisement





















