શોધખોળ કરો
હીરા ઉદ્યોગમાં વર્ષ 2008 કરતાં પણ ઘેરી મંદીના એંધાણ, હોંગકોંગમાં ગુજરાતીઓની 60 ઓફિસને તાળા લાગ્યા
Diamond Industry Hong Kong: વૈશ્વિક હીરા બજારમાં મંદીની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેમાં ગુજરાતી હીરા વેપારીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

સૂત્રો મુજબ, હોંગકોંગમાં લગભગ 60 ગુજરાતી હીરા વેપારીઓએ તેમની ઓફિસો બંધ કરવાની ફરજ પડી છે.
1/5

હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.ચાઈનામાં ગુજરાતીઓને ચીની નડ્યા છે .ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે. પહેલીવાર એક સાથે હીરા ઉદ્યોગકારોને ઓફિસો બંધ કરવાનો વારો આવ્યો છે.
2/5

સુરતના હીરા વેપારી, મૂળ સુરતના વેપારીઓ અને પાલનપુરના જૈન વેપારીઓ સહિત 350 વેપારી પરિવાર સાથે હોંગકોંગમાં વસવાટ કરે છે. જેમાંથી અમુકના ફ્લેટ અથવા ઘર છે જ્યારે અમુક ભાડે રહે છે. છેલ્લાં 2 ત્રણ વર્ષથી હીરામાં મંદીના કારણે હીરા વેપારીઓ અન્ય વ્યવસાયમાં જવાની તૈયારી કરી રહ્યાં છે તો અમુક વેપારી સુરત અથવા મુંબઈ શિફ્ટ થઈ રહ્યાં છે.
3/5

હોંગકોંગમાં 2 વ્યક્તિઓને રહેવા માટે અંદાજીત 7 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. જેમાં 1.5 લાખ ઘરનું ભાડું અને 1.5 લાખ ઓફિસનું ભાડું. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, જમવા સહિતના ખર્ચાઓને કારણે 2 વ્યક્તિઓને રહેવા 7 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. ખર્ચા નિકળે તેટલો માલ વેચાઈ રહ્યો નથી જેથી ખર્ચાને પહોંચી ન વળતા વેપારીઓ ઓફિસો બંધ કરી રહ્યા છે.
4/5

બીજી તરફ હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મંદી ને લઇ ડાયમંડ વર્કર યુનિયન સ્પેશ્યલ પેકેજની માંગ કરી છે. હોંગકોંગ માં સ્થિતિ ખરાબ થઈ છે ત્યારે રત્નકલાકારો એ તૈયાર કરેલી ડાયમંડ જ્વેલરીની માંગ નથી ત્યારે ચાઈનામાં જ્વેલરીની ખરીદારી નથી એવામાં ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી છે કે રત્નકલાકાર માટે પેકેજ જાહેર કરો રત્નકલાકારને કામ મળતું નથી.
5/5

છેલ્લાં ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિનું વાતાવરણ છવાયેલુ છે. ખાસ કરીને રશિયા, યુક્રેન યુદ્ધ બાદ હમાસ અને પેલેસ્ટાઈમાં યુદ્ધી સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોમાં ડાયમંડની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. જેની અસર સુરત અને મુંબઈના હીરા માર્કેટમાં પડી રહી છે. હીરા વેપારીઓના મતે રફના ભાવ છેલ્લાં 3 વર્ષમાં વધ્યા છે પરંતુ તેની સામે તૈયાર હીરાના ભાવમાં છેલ્લાં 3 વર્ષમાં 30થી 35 ટકાનો ઘટાડો થયો છે.
Published at : 02 Aug 2024 04:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગેજેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
