શોધખોળ કરો

સુરતમાંથી ઝડપાઈ નકલી આયુર્વેદિક દવાઓ, ૧૧.૬૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો

Food and Drug Regulatory Authority: સુરતના ઓલપાડ ખાતે વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા.

ફેક્ટરીમાંથી રૂ. ૧૧.૬૦ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો; શંકાસ્પદ જથ્થાના ૧૫ નમૂના લેવાયા: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા

1/7
સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે ૧૫ જેટલા નમૂના લઇ, બાકીનો રૂ. ૧૧.૬૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.

2/7
કમિશનરએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફીસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઇન્ટ રીલિફ ઓઈલ નામની અલગ-અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા, તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.

3/7
આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડૉ. દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂ. ૨ લાખની કિંમતનું રો-મટેરિયલ, રૂ. ૭૦ હજારની કિંમતનું પેકીંગ મટેરીયલ, રૂ. ૨.૯૦ લાખની કિંમતની ફીનીશ્ડ પ્રોડક્ટ તેમજ રૂ. ૬ લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂ. ૧૧.૬૦ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, તેમ કમિશનરએ ઉમેર્યું હતું.

4/7
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો-મટીરીયલના દસ નમૂનાઓ મળી કુલ ૧૫ નમૂનાઓ લઈ, પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

5/7
દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે તેમજ ગેરકાયદેસર રીતે બનાવટી એલોપેથીક, આયુર્વેદિક અને કોસ્મેટીક્સ દવા બનાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

6/7
અત્રે ઉલ્લેખીય છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી મે.  હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી હતી.

7/7
આ ઉપરાંત ભાવનગર ખાતે પણ ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર દરોડા પાડી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમો સામે કડક પગલાઓ લીધા હતા.

સુરત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા

Gujarat Rain: આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 20 જિલ્લામાં એલર્ટ જાહેર

PM Kisan 20th Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 20મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ 

નીતીશ-મોદીની જોડી પર ભારે પડી રહ્યા છે તેજસ્વી-રાહુલ, જનતાનો ભરોસો જીતવામાં મારી બાજી! સર્વેમાં ચોંકાવનારા આંકડા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે 10 ઇંચ વરસાદ , 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
AAJ No Muddo : સનાતનથી ઉપર સંપ્રદાય કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
Gujarat Rain: આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 20 જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 20 જિલ્લામાં એલર્ટ જાહેર
PM Kisan 20th Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 20મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ 
PM Kisan 20th Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 20મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ 
નીતીશ-મોદીની જોડી પર ભારે પડી રહ્યા છે તેજસ્વી-રાહુલ, જનતાનો ભરોસો જીતવામાં મારી બાજી! સર્વેમાં ચોંકાવનારા આંકડા
નીતીશ-મોદીની જોડી પર ભારે પડી રહ્યા છે તેજસ્વી-રાહુલ, જનતાનો ભરોસો જીતવામાં મારી બાજી! સર્વેમાં ચોંકાવનારા આંકડા
Yuzvendra Chahal એ રુમર્ડ ગર્લફ્રેન્ડ મહવશ સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે, વીડિયો વાયરલ 

Home Loan Tips : હોમલોન લેતા સમયે આ ખાસ બાબતો રાખવી જોઈએ ધ્યાનમાં, જાણી લો

Gold Price: સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ 

IND vs ENG: ટીમ ઈન્ડિયા 358 રનમાં ઓલઆઉટ, રિષભ પંત અડધી સદી; બેન સ્ટોક્સની 5 વિકેટ

Embed widget