શોધખોળ કરો
બાંગ્લાદેશમાં હિંસા પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ, તૈયાર કરી રહ્યાં હતા સ્લીપર સેલ, અભ્યાસના નામે રચી રહ્યાં હતા ષડયંત્ર
શેખ હસીનાની સરકારને નબળી પાડવા માટે ચીને આ ષડયંત્ર રચ્યું હતું. ચાઈનીઝ સ્લીપર સેલ વિદ્યાર્થીઓમાં સામેલ હતો
એબીપી લાઇવ
1/5

Bangladesh Violence: વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા દર્શાવે છે કે, આઈએસઆઈની સાથે ચીને પણ બાંગ્લાદેશનું વાતાવરણ બગાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા હતા. બાંગ્લાદેશમાં થયેલી હિંસા પાછળ ચીન-પાકિસ્તાનનો હાથ છે. બાંગ્લાદેશમાં બળવો થયો છે. આમાં ચીનની જેમ પાકિસ્તાન પણ એટલું જ જોડાયેલું છે.
2/5

અભ્યાસના નામે ચીન બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનું મોટું નેટવર્ક બનાવી રહ્યું હતું. શિક્ષણના નામે ચીન વિદ્યાર્થીઓ માટે સ્લીપર સેલ બનાવી રહ્યું હતું. શેખ હસીનાની સરકારને નબળી પાડવા માટે ચીને આ ષડયંત્ર રચ્યું હતું. ચાઈનીઝ સ્લીપર સેલ વિદ્યાર્થીઓમાં સામેલ હતો.
3/5

ગુપ્તચર એજન્સી પાસેથી મળેલા ઈનપુટ્સ દર્શાવે છે કે જ્યારે બાંગ્લાદેશમાં સ્થિતિ બગડવા લાગી ત્યારે ઉશ્કેરણીથી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. જો કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની વાત માનીએ તો ચીને મિશન એજ્યૂકેશનના નામે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને પોતાના દેશમાં આમંત્રિત કર્યા હશે. ચીને માત્ર તબીબી અભ્યાસ માટે જ નહીં પરંતુ અન્ય ઘણી મોટી સંસ્થાઓમાં સરળતાથી પ્રવેશ માટે માર્ગો તૈયાર કર્યા હશે. ચીને સ્ટૂડન્ટ એક્સચેન્જ હેઠળ પોતાના લોકોને બાંગ્લાદેશ મોકલ્યા હતા. આની પાછળ ચીનનું મોટું ષડયંત્ર હતું જે બાંગ્લાદેશમાં તખ્તાપલટ વખતે આખી દુનિયાએ જોયું.
4/5

બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને તેમના દેશમાં અભ્યાસ કરવા દેવા માટે ચીનના વિદ્યાર્થીઓએ લાઇન લગાવી દીધી. આ લોકો ચીનના સ્લીપર સેલ બનીને વિદ્યાર્થીઓમાં આંદોલન વધારી રહ્યાં હતાં. આ પછી સ્થિતિ અનામતના મુદ્દે આવી અને ચીને દરેક રીતે આ આંદોલનને વેગ આપ્યો. જો સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન અને ચીન બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને પાકિસ્તાને બાંગ્લાદેશમાં લોકોને શિક્ષણના નામે ફંડ પણ આપ્યું હતું. તેની પાછળનો હેતુ બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવવાનો હતો.
5/5

બાંગ્લાદેશના એક રિપોર્ટ અનુસાર, વિદેશ જતા વિદ્યાર્થીઓમાંથી 80% ચીનમાં ભણવાનું અને ત્યાં કામ કરવાનું પસંદ કરે છે. ચીનની નજર બાંગ્લાદેશના સંસાધનો અને ભારતને અડીને આવેલી જમીન પર ટકેલી છે. શેખ હસીના ચીનના મિશન એજ્યૂકેશન અને સ્ટૂડન્ટ એક્સચેન્જને લઈને ચીનના ઈરાદાને સમજી શક્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ચીનમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ તેની ધૂન પર નાચવા લાગ્યા હતા.
Published at : 08 Aug 2024 12:56 PM (IST)
આગળ જુઓ
Advertisement





















