નવી દિલ્હીઃ IPLની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ આ લીગમાં રમવા માટે આવે છે. IPLમાં અમુક ખાસ રેકોર્ડ બનાતા હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક રેકોર્ડ વિશે જણાવીશું, જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી અને કોઈ આ રેકોર્ડની નજીક પણ નથી પહોંચી શક્યું.
2/6
IPLમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે આ પરાક્રમ વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે આરસીબી તરફથી રમતા કર્યું હતું. ગેઈલે આ મેચમાં 30 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ગેઈલે 66 બોલમાં 175 રનની ઇનિંગ રમી હતી જેમાં તેણે 17 સિક્સ અને 13 ફોર ફટકારી હતી.
3/6
બે વર્ષ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા અલઝારી જોસેફે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ લીધી હતી. પોતાના સ્પેલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અલ્ઝારી જોસેફના નામે છે.
4/6
વિરાટ કોહલીએ દરેક ફોર્મેટમાં રન બનાવ્યા છે, IPLમાં પણ કોહલી એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વર્ષ 2016 તેના માટે આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. તેણે 16 મેચમાં 973 રન બનાવ્યા, જે એક સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ વર્ષે કોહલીએ ચાર સદી અને 7 અડધી સદી ફટકારી હતી. તેની એવરેજ 81 હતી અને સ્ટ્રાઈક રેટ પણ 152 હતો.
5/6
હેટ્રિક લેવી એ દરેક બોલર માટે મોટું સપનું હોય છે. સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવી ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ અમિત મિશ્રાએ IPL ઈતિહાસમાં 3 હેટ્રિક લીધી છે, અમિત મિશ્રા IPLમાં સૌથી વધુ હેટ્રિક લેનાર બોલર છે. યુવરાજ સિંહે પણ IPLમાં 2 હેટ્રિક લીધી છે, પરંતુ અમિત મિશ્રાનો રેકોર્ડ તોડવો ઘણો મુશ્કેલ કામ છે.
6/6
T20 ક્રિકેટમાં 175નો સ્કોર મોટો સ્કોર માનવામાં આવે છે. પરંતુ ક્રિસ ગેલે IPLમાં એકલા હાથે 175 રનની ઇનિંગ રમી છે. આઈપીએલ ઈતિહાસની આ સૌથી મોટી ઈનિંગ્સ છે. ગેઈલે આ રેકોર્ડ 2013માં પુણે વોરિયર્સ વિરુદ્ધ બનાવ્યો હતો.