શોધખોળ કરો
IN PICS: બોલિવૂડ ફિલ્મ જેવી છે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસનની લવસ્ટોરી
રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસનની લવ સ્ટોરી પણ ફિલ્મી સ્ટોરી જેવી છે. પત્ની ચારુલતા સાથે સેમસનની પ્રથમ મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસનની લવ સ્ટોરી પણ ફિલ્મી સ્ટોરી જેવી છે. પત્ની ચારુલતા સાથે સેમસનની પ્રથમ મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ હતી.
2/7

IPLની 16મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે, જેનું સૌથી મોટું કારણ છે ટીમનો કેપ્ટન સંજુ સેમસન છે. જેણે નિર્ણાયક સમયે યોગ્ય નિર્ણયો લીધા અને ટીમનું મનોબળ વધાર્યું હતુ.
3/7

સંજુ સેમસનના અંગત જીવનની વાત કરીએ તો તેની લવસ્ટોરી ફિલ્મી વાર્તા જેવી છે. સંજુ પ્રથમ વખત તેની પત્નીને કોલેજના દિવસોમાં મળ્યો હતો.
4/7

સંજુ સેમસન અને તેની પત્ની ચારુલતા પ્રથમ વખત તિરુવનંતપુરમના એમાર ઇવાનિયોસમાં મળ્યા હતા. જ્યારે સંજુ આ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ કરી રહ્યો હતો જ્યારે તેની પત્ની રસાયણશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી.
5/7

બંનેની પ્રેમ કહાની ફેસબુક દ્વારા શરૂ થઈ હતી, જેમાં સંજુએ પોતે એક વખત ખુલાસો કર્યો હતો કે તેણે ચારુલતાને ફેસબુક પર મેસેજ કર્યો હતો અને પછી તરત જ તેની તરફથી જવાબ આવ્યો હતો.
6/7

આ પછી સંજુએ ચારુલતાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કરી પરંતુ આ દરમિયાન બંનેએ લગ્નના દિવસ સુધી સોશિયલ મીડિયા પર તેમના સંબંધો વિશે કોઈ ખુલાસો કર્યો ન હતો.
7/7

સંજુએ 22 ડિસેમ્બર 2018ના રોજ કોવલમમાં ચારુલતા સાથે લગ્ન કર્યા, જેમાં પરિવારના સભ્યો સિવાય તેના નજીકના મિત્રોએ સમારોહમાં હાજરી આપી હતી.
Published at : 20 Apr 2023 02:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
