શોધખોળ કરો
રીષભ પંતની કારના બોલી ગયા ભુક્કા, ડીવાઈડર સાથે અથડાયા પછી લાગી આગ, તસવીરો જોઈને થથરી જશો......
ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત થયો છે. તે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. ઋષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ તેમાં આગ લાગી હતી. પંતને પગ અને કપાળ પર વધુ ઈજાઓ થઈ છે.
ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ
1/5

ઋષભ પંતને ઈજાના કારણે ટીમ ઈન્ડિયાએ બ્રેક આપ્યો હતો. દૈનિક જાગરણના સમાચાર મુજબ, પંત દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ રૂરકીના હમ્માદપુર ઝાલમાં પહોંચ્યા હતા અને ત્યાં કારને અકસ્માત નડ્યો હતો. સમાચાર અનુસાર, તેમને ગંભીર હાલતમાં દિલ્હી રિફર કરવામાં આવ્યા છે. પંતને કપાળ, પીઠ અને પગમાં વધુ ઈજાઓ છે. હાલ તેમની તબિયત સ્થિર છે. રિષભની પ્લાસ્ટિક સર્જરી થઈ શકે છે.
2/5

રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. જોકે આ પહેલા ઋષભ કારમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે મોટી મુશ્કેલીથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પછી પંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Published at : 30 Dec 2022 09:43 AM (IST)
આગળ જુઓ





















