શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
Valentine’s Day 2024: રોહિત શર્મા અને રિતિકાની લવ સ્ટોરી છે એકદમ ફિલ્મી, જાણો કોણે કર્યો હતો પ્રપોઝ?
આજે વેલેન્ટાઇન ડે સમગ્ર વિશ્વમાં ખુશીથી ઉજવવામાં આવી રહ્યો છે. પ્રેમના આ ખાસ દિવસે આજે અમે તમને ભારતીય કેપ્ટન રોહિત શર્માની લવ સ્ટોરી વિશે જણાવીશું.

ફોટોઃ ટ્વિટર
1/7

આજે વેલેન્ટાઇન ડે સમગ્ર વિશ્વમાં ખુશીથી ઉજવવામાં આવી રહ્યો છે. પ્રેમના આ ખાસ દિવસે આજે અમે તમને ભારતીય કેપ્ટન રોહિત શર્માની લવ સ્ટોરી વિશે જણાવીશું.
2/7

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને રિતિકાની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.
3/7

રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજર હતી. રોહિત અને રિતિકા ક્રિકેટ દ્વારા એકબીજાને મળ્યા હતા. તેમની મુલાકાત ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ.
4/7

રોહિત શર્માએ રિતિકાને 6 વર્ષ સુધી ડેટ કરી હતી. રોહિતે તેની પત્ની રિતિકાને ખૂબ જ ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. રોહિતે બોરીવલીની સ્પોર્ટ્સ ક્લબમાં ઘૂંટણિયે બેસીને રીતિકાને પ્રપોઝ કર્યું હતું.
5/7

રોહિત માટે બોરીવલીની સ્પોર્ટ્સ ક્લબ ખૂબ જ ખાસ હતી. કારણ કે અહીં જ તેણે 11 વર્ષની ઉંમરમાં પોતાની પ્રથમ મેચ રમી હતી. આથી રોહિતે પોતાના જીવનની નવી ઇનિંગ અહીંથી શરૂ કરી હતી.
6/7

6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રોહિત શર્મા અને રિતિકાએ 2015માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
7/7

લગ્નના 3 વર્ષ પછી રિતિકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. રોહિત શર્મા હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન છે અને તેની પત્ની રિતિકા દરેક મોટી મેચમાં રોહિતને ચીયર કરવા સ્ટેડિયમમાં જોવા મળે છે.
Published at : 14 Feb 2024 12:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion