દીપક અને જયાના લગ્ન બાદ થયેલા રિસેપ્શનની તસવીરો પણ સામે આવી રહી છે.
2/8
દીપક ચહરે આ મહિનાની પહેલી તારીખે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. છેલ્લા ચાર દિવસથી આ નવા કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
3/8
આ તસવીરોમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ સૂટ-બૂટ પહેરેલા જોવા મળ્યા હતા અને કેટલાક કેઝ્યુઅલ શર્ટમાં પણ જોવા મળ્યા હતા.
4/8
દીપક ચહરના રિસેપ્શનમાં ભારતીય ક્રિકેટરોએ ખુબ મસ્તી કરી હતી
5/8
ટીમ ઈન્ડિયાનો પૂર્વ સ્પિનર પીયૂષ ચાવલા સૂટ-બૂટમાં જોવા મળ્યો હતો
6/8
ઋષભ પંત લાલ સૂટમાં જોવા મળ્યો હતો. તો શાર્દુલ ઠાકુર થ્રી પીસ સૂટ પહેરીને આવ્યો હતો. આ રિસેપ્શનમાં ઈશાન કિશન અને અર્શદીપ સિંહ પણ હાજર હતા. આ તમામ યુવા ખેલાડીઓએ દીપક ચહર સાથે ફોટા પણ પડાવ્યા હતા.
7/8
આ દરમિયાન ભુવનેશ્વર કુમાર પણ જોવા મળ્યો હતો. રિસેપ્શનમાં તે પત્ની સાથે હાજર રહ્યો હતો. આરસીબીનો ખેલાડી કરણ શર્મા પણ અહીં જોવા મળ્યો હતો. એમએસ ધોનીનો મિત્ર અરુણ પાંડે પણ આ હસ્તીઓ સાથે તસવીરો પડાવતો જોવા મળ્યો હતો.
8/8
આ પાર્ટીમાં સુરેશ રૈના તેની પત્ની પ્રિયંકા સાથે આવ્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સમાં દીપક ચહરનો સાથી ખેલાડી રોબિન ઉથપ્પા પણ અહીં હાજર હતો.