શોધખોળ કરો
Twitter લાવી રહ્યું છે ખુબ કામનુ ફિચર, યૂઝર પોતાના ટ્વીટ પર કરી શકશે આ ખાસ કામ, જાણી લો શું.......
1/6

નવી દિલ્હીઃ માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટર (Twitter) જલદી નવુ પ્રાઇવસી ફિચર લઇને આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ખાસ ફિચરની મદદથી યૂઝર્સને જુના ટ્વીટને અર્કાઇવ કરવાની સુવિધા મળશે. આની સાથે જ યૂઝર્સની પાસે 30 દિવસ, 60 દિવસ કે પછી 90 દિવસનો સમય હશે.
2/6

સાથે ટ્વીટર પોતાના યૂઝર્સને એ સુવિધા પણ આપશે, જેમાં યૂઝ્સ ટ્વીટની લિમીટે નક્કી કરી શકશે. જેમાં ખરેખરમાં, કયુ ટ્વીટ યૂઝર્સ જોઇ શકશે અને કઇ રીતે વિના બ્લૉક કરે ફોલોઅરને રિમૂવ કરી શકશે.
3/6

યૂઝર્સને એન્ગેજ કરવાનો હેતુ- બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, નવુ ફિચર સોશ્યલ પ્રાઇવસી તરીકે લાવવામાં આવી રહ્યું છે. જેને હેતુ ટ્વીટર પર યૂઝર્સને એન્ગેજ કરવાનો છે. ટ્વીટર પર કેટલાક યૂઝર્સને એ પણ નથી ખબર કે તેમનુ એકાઉન્ટ પબ્લિક છે કે પછી પ્રાઇવેટ છે.
4/6

થોડાક દિવસો પહેલા જાણવા મળ્યુ છે કે માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર પર એક પાયલટ પ્રૉજેક્ટ શરૂ થવા જઇ રહ્યો છે, જેનાથી યૂઝર્સ પ્લેટફોર્મ પર ખોટી કન્ટેન્ટને સિલેક્ટ કરી શકશે. આના દ્વારા ટ્વીટર પોતાના પ્લેટફોર્મમાં ભ્રામક જાણકારીઓ પર લગામ લગાવવા માંગે છે.
5/6

વેરિફિકેશન પ્રૉગ્રામ થયો બંધ - Twitter એ પોતાના એકાઉન્ટ વેરિફિકેશન પ્રૉગ્રામ પર હાલ રોક લગાવી દીધી છે. કંપની અનુસાર તેને અત્યારે પોતાની એપ્લિકેશન અને રિવ્યૂ પ્રૉસેસમાં ઇમ્પ્યૂવમેન્ટ કરવુ છે. ટ્વીટરે તાજેતરમાં જ સ્વીકાર્યુ હતુ કે કંપનીએ કેટલાક એકાઉન્ટને સ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા છે, જેને તેને ભૂલથી વેરિફાઇડ એકાઉન્ટ ગણાવી દીધા હતા.
6/6

7 દિવસ માટે બ્લૉક થશે એકાઉન્ટ - Twitter અનુસાર પ્લેટફોર્મ પર ગંદી ભાષામાં કૉમેન્ટ કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામા આવશે. આ નવુ સેફ્ટી ફિચર હાલમાં iOS અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મના સિલેક્ટેડ યૂઝર્સને આપવામાં આવ્યુ છે. હવે આશા છે કે જલદી આ તમામ યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે. ખરેખરમાં, ટ્વીટર એક એવા ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેના આવ્યા બાદ જો કોઇ ખોટી ભાષાનો ઉપયોગ કરે છે, તો તેનુ એકાઉન્ટ સાત દિવસ સુધી બ્લૉક થઇ શકે છે. સેફ્ટી મૉડના નામથી આવનારા આ ફિચરનો હેતુ ટ્વીટર ઉપયોગ કરવામા આવનારી ગાળો, અપશબ્દો પર લગામ લગાવવાનો છે.
Published at : 10 Sep 2021 02:10 PM (IST)
આગળ જુઓ





















