શોધખોળ કરો
BSNL નો ધમાકેદાર પ્લાન, Jio-Airtel કરતા સસ્તો અને 90 દિવસની વેલિડિટી, જાણો ફાયદાઓ
BSNL નો ધમાકેદાર પ્લાન, Jio-Airtel કરતા સસ્તો અને 90 દિવસની વેલિડિટી, જાણો ફાયદાઓ

પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતમાં Jio, Airtel, Vodafone Idea અને સરકારી કંપની BSNL જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓ ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે. આ તમામ કંપનીઓ માત્ર કોલ, એસએમએસ અને ડેટાના કોમ્બો રિચાર્જ પ્લાન ઓફર કરતી હતી.
2/6

કૉલ્સ અને SMS માટે કોઈ અલગ પ્લાન નહોતો. તેથી, જે ગ્રાહકોને ડેટાની જરૂર ન હતી તેમને પણ કોમ્બો પ્લાન લેવા પડ્યા હતા, જે મોંઘા હતા. આથી ટ્રાઈએ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન લાવવાનો આદેશ આપ્યો છે. આ પછી Jio, Airtel, VI એ કૉલ્સ અને SMS માટે અલગ પ્લાન લૉન્ચ કર્યા છે.
3/6

પરંતુ BSNL એ બંને કંપનીઓને પાછળ છોડીને કોલ અને SMS માટે સસ્તો પ્લાન લઈને આવ્યા છે, જેની વેલિડિટી 90 દિવસની છે. આમાં અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને 700 SMS ઉપલબ્ધ છે. Jio નો ₹448 નો પ્લાન BSNL ના પ્લાન કરતા મોંઘો છે.
4/6

એરટેલના સમાન પ્લાનની કિંમત ₹469 છે, જે BSNLના પ્લાન કરતાં ₹30 મોંઘો છે. Jio અને Airtel 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે, જ્યારે BSNL 90 દિવસની ઑફર કરે છે.
5/6

SMSના સંદર્ભમાં, Jio (900 SMS) અને Airtel (1000 SMS) BSNL (700 SMS) કરતાં આગળ છે. પરંતુ ઓછી કિંમત અને વધુ વેલિડિટીના કારણે, BSNL પ્લાન Jio અને Airtel કરતાં વધુ સારો છે.
6/6

ખાનગી કંપનીઓએ પોતાના રિચાર્જની કિંમતોમાં વધારો કર્યો બાદ લોકો BSNL તરફ વળ્યા છે. બીએસએનએલ પોતાના ગ્રાહકોને ઘણા બધા સસ્તા પ્લાન ઓફર કરે છે.
Published at : 27 Jan 2025 06:37 PM (IST)
આગળ જુઓ
Advertisement