શોધખોળ કરો
Advertisement

Buying: ફોટોગ્રાફી, રીલ્સ અને યુટ્યૂબ વીડિયો બનાવવા માટે આ ફોન છે બેસ્ટ, બધામાં છે 200MPનો કેમેરો
ખાસ કરીને કેમેરા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફોનના કેમેરા જેટલા દમદાર અને સ્ટ્રૉન્ગ હશે એટલો વીડિયો અને ફોટો સ્ટ્રૉન્ગ આવશે.

તસવીર
1/6

Camera Phone Buying Tips: જો તમે સોશ્યલ મીડિયા પ્રભાવક ઇન્ફ્લૂએન્જર કે યુટ્યુબર છો અથવા સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ બનાવો છો, તો સારો ફોન તમારા માટે ઘણું બધું કરી શકે છે. ખાસ કરીને કેમેરા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફોનના કેમેરા જેટલા દમદાર અને સ્ટ્રૉન્ગ હશે એટલો વીડિયો અને ફોટો સ્ટ્રૉન્ગ આવશે.
2/6

અમે તમને આ સ્ટૉરીમાં કેટલાક શ્રેષ્ઠ કેમેરા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જેનાથી તમે સારી ફોટોગ્રાફી, રીલ્સ કે યુટ્યૂબ વીડિયો કેપ્ચર કરી શકો છે, આ બધામાં તમને 200MP પ્રાઇમરી કેમેરા મળશે. આનો અર્થ એ કે તમે આ સ્માર્ટફોન્સ સાથે અદભૂત કન્ટેન્ટ શૂટ કરી શકો છો.
3/6

Realme 11 Pro Plus: આ સ્માર્ટફોન હમણાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે, આમાં 200MP કેમેરા અવેલેબલ છે. જોકે આ પહેલો ફોન નથી જેમાં કંપનીએ 200MP કેમેરા આપ્યો હોય. આ પહેલા પણ કેટલીય કંપનીઓ પોતાના મોબાઈલ ફોનમાં 200MP કેમેરા આપી ચૂકી છે. સ્માર્ટફોનમાં 6.67-ઇંચ ડિસ્પ્લે અને મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ચિપસેટ માટે સપોર્ટ છે. આ ફોનની કિંમત- 27,999 રૂપિયા છે.
4/6

Redmi Note 12 Pro Plus: આ સ્માર્ટફોન આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આની કિંમત 29,999 થી શરૂ થાય છે. ફોનમાં 200MP અને MediaTek Dimensity 1080 ચિપસેટ માટે સપોર્ટ છે.
5/6

Motorola Edge 30 Ultra: આ સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ થયો હતો. આ પહેલો ફોન હતો જેમાં 200MP કેમેરા આપવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 200MP સેમસંગ HP1 સેન્સર, 50MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 12MP ટેલિફોટો કેમેરા છે. આની કિંમત 44,999 રૂપિયા છે.
6/6

Samsung Galaxy S23 Ultra: સ્માર્ટફોનની કિંમત 1,24,999 રૂપિયાથી શરૂ થાય છે. ફોનમાં 200 MP કેમેરા અને 100x ઝૂમ સપોર્ટ છે. આ એક પાવરફુલ એન્ડ્રોઇડ ફોન છે. આ ફોનમાં કંપની 4 વર્ષ માટે OS અપડેટ્સ અને 5 વર્ષ માટે સિક્યૉરિટી અપડેટ્સ આપશે.
Published at : 15 Jul 2023 03:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
