શોધખોળ કરો
Upcoming Phone February 2023: માર્કેટમાં ધમાલ મચાવવા આવી રહ્યાં છે આ સ્માર્ટફોન, આ રહ્યું આખુ લિસ્ટ...
Samsung Galaxy S23 5G થી લઇને OnePlus 11 સુધી કેટલાય સ્માર્ટફોન ફેબ્રુઆરીમાં લૉન્ચ થવાના છે,

ફાઇલ તસવીર
1/6

Upcoming Smartphone February 2023: Samsung Galaxy S23 5G થી લઇને OnePlus 11 સુધી કેટલાય સ્માર્ટફોન ફેબ્રુઆરીમાં લૉન્ચ થવાના છે, જેના વિશે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ. જુઓ અહીં અપકમિંગ સ્માર્ટફોન્સ....
2/6

OnePlus 11 : - વનપ્લસનો આ પ્રીમિયમ ફોન 7 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ થવાનો છે. ફ્લેગશિપ ડિવાઇસ હોવાના કારણે ફોનની કિંમત વધુ હશે. આ સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ હોવાની સંભાવના છે. આ ઉપરાંત હેન્ડસેટમાં 120Hz રિફ્રેશ રેટ, AMOLED ડિસ્પ્લે અને Snapdragon 8 Gen 2 પ્રૉસેસર અને શાનદાર ફિચર્સ આવવાની સંભાવના છે. આમ તો વનપ્લેસ 11 ને આ વર્ષની શરૂઆતમાં ગ્લૉબલી લૉન્ચ કરવામાં ચૂક્યો છે.
3/6

Infinix Zero 5G 2023 : - ઇનફ્લિક્સએ અધિકારિક રીતે Infinix Zero 5G 2023ની લૉન્ચ ડેટનો ખુલાસો કર્યો છે. આ સીરીઝ 4 ફેબ્રુઆરી, 2023 એ લૉન્ચ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. Zero 5G 2023 ગયા વર્ષે 20,000 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ થયેલા Zero 5Gનો સક્સેસર હશે. સામે આવેલી ડિટેલ્સના આધાર પર એ અનુમાન લગાવવામાં આવી શકે છે, નવો 2023 વર્ઝન પણ લગભગ 20,000 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવશે.
4/6

Samsung Galaxy S23 5G : - સેમસંગનો આ ધાંસૂ સ્માર્ટફોન 1 ફેબ્રુઆરીએ લૉન્ચ થવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અપકમિંગ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી S23 5Gમાં Snapdragon 8 Gen 2 પ્રૉસેસર મળી શકે છે. હેન્ડસેટ AMOLED ડિસ્પ્લે, 50MP નો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 3,900mAhની બેટરીની સાથે આવી શકે છે.
5/6

Realme GT Neo 5 : - Realmeએ હજુ સુધી જીટી નિયો 5 ફોનની લૉન્ચિંગ ડેટનો ખુલાસો નથી કર્યો. પરંતુ લીક્સ અનુસાર, આ અપકમિંગ સ્માર્ટફોન 8 ફેબ્રુઆરીએ લૉન્ચ કરવામાં આવી શકે છે. યૂઝર્સને આ સ્માર્ટફોનમાં 6.74 ઇંચ્ની સ્ક્રીનની સાથે Snapdragon 8+ Gen 1 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 240W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનારી બેટરી મળવાની આશા છે.
6/6

Vivo X90 : - વીવોએ આ સ્માર્ટફોનને ગયા વર્ષે નવેમ્બરમાં લૉન્ચ કર્યો હતો, હવે કંપની આ સ્માર્ટફોનને ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક્સ 90ને ફેબ્રુઆરીના મીડમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Published at : 26 Jan 2023 05:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
