ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચ 1987- દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં જ માત્ર 30.5 ઓવર રમીને 75 રન પર સમેટાઇ ગઇ હતી.
2/10
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ 1948- મેલબોર્ન ગ્રાઉન્ડ રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ 24.2 ઓવર રમીને ત્રીજી ઇનિંગમાં માત્ર 67 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
3/10
ભારત અને સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચ 1996- દક્ષિણ આફ્રિકા સામે ડરબનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ ચોથી ઇનિંગમાં 34.1 ઓવર જ રમી શકી હતી, અને 66 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
4/10
ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ 1952- માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 21.4 ઓવર રમીને 10 વિકેટ ગુમાવીને માત્ર 58 રન જ બનાવી શકી હતી.
5/10
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ 1947- બ્રિસ્બેનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બીજી ઇનિંગમાં 21.3 ઓવર રમીને 58 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
6/10
ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ 1974- લૉર્ડ્સ રમાયેલી આ ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રીજી ઇનિંગમાં 17 ઓવર રમીને માત્ર 42 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
7/10
ભારત અને સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચ 2008- અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ 20 ઓવર જ રમી શકી હતી, અને 76 રન 10 વિકેટ ગુમાવી દીધી હતી.
8/10
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ 2020- એડિલેડમાં ભારતીય ટીમ ત્રીજી ઇનિંગમાં 21.2 ઓવર રમીને માત્ર 36 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ ભારતનો સૌથી ખરાબ લૉએસ્ટ સ્કૉર છે.
9/10
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારતે 244 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 191 રન બનાવી શકી હતી. બાદમાં બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાનુ કંગાળ પ્રદર્શન સામે આવ્યુ હતુ, અને માત્ર 36 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે પ્રથમ ટેસ્ટ ડેનાઇટ ટેસ્ટ જીતી લીધી હતી. ભારત સામે ઓસ્ટ્રેલિયા ચાર મેચોની સીરીઝમાં 1-0થી આગળ છે.
10/10
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર થઇ છે, આ હાર સાથે ભારત પર સૌથી ઓછા રનનો સ્કૉર કરવાને લઇને ચારેય બાજુથી નિંદા થઇ રહી છે. ભારતીય પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચમાં માત્ર 36 રન કરીને ઓલાઉટ થઇ ગઇ હતી. ખાસ વાત છે કે ભારતનો આ લૉવેસ્ટ સ્કૉર છે, આ ઉપરાંત પણ અગાઉ ભારતીય ટીમ લૉવેસ્ટ સ્કૉર સાથે ઓલાઉટ થઇ ચૂકી છે. અહીં ભારતનો સૌથી ખરાબ લૉવેસ્ટ સ્કૉર બતાવી રહ્યાં છીએ.