નિર્ણયની વાત કરીએ તો.... સુરક્ષાની રીતે વૉલ્વો એસ60 બેસ્ટ ગાડી સાબિત થઇ શકે છે. ભારતીય માર્કેટમાં આ ગાડીની કિમત અંદાજે 40 થી 45 લાખ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. આ કારની ટક્કર BMW 3 Series, Mercedes-Benz C-class, Jaguar XE અને બહુ જલ્દી લૉન્ચ થનારી Audi A4 સાથે થશે.
2/6
પરફોર્મન્સની વાત કરીએ તો વૉલ્વો એસ60માં તમને ડ્રાઇવ કરવામાં એકદમ કન્ફર્ટ લાગશે. આમાં એક એન્જિન યૂનિટ આપવામાં આવ્યુ છે, જે 2.0 લીટર, ફૉર સિલિન્ડર પેટ્રૉલ છે, આ એન્જિન 190 એચપી અને 30 એનએમનો ટોર્ક આપે છે. આમાં આઠ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. આ માઇલ્ડ હાઇબ્રિડ ટેકનોલૉજીની સાથે આવે છે.
3/6
ઇન્ટરીયરની વાત કરીએ તો, આમાં વૉલ્વો એસ60માં આલિશાન ચારકૉલ ઇન્ટીરિયર છે, ડેશબોર્ડ છે. ટચસ્ક્રીન ઇન્ફૉન્ટેન્ટમેન્ટ સિસ્ટમ એપલ અને એન્ડ્રોઇડ વાળી છે. આમાં એન્ટી રિફ્લેક્ટિવ કૉટિંગ સિસ્ટમ છે. આમાં સ્ટીયરિંગ વ્હીલની પાછળ 12 ઇંચના ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વૉલ્વો એસ60માં ગિયર નૉબ, સ્ટૉપ બટન, ડ્રાઇવ મૉડ અને પ્રીમિયમ પ્લેસમેન્ટ છે. સીટો બધી હ્યૂમન બૉડીના હિસાબે ડિઝાઇન કરવામાં આવી છે, આરામદાયક છે.
4/6
આમાં ફ્રન્ટમા બે ભાગમાં ગ્રીલ છે, આમા સિગ્નેચર થૉર્ હેમર હેડલાઇટ્સ છે, અને 18 ઇંચના 10 સ્પૉક બ્લેક ડાયમંડ કટ એલૉય વ્હીલ્સ છે. રિયરમાં સી શેપ્ડ ટેલલાઇટ્સ અને ડ્યૂલ ઇન્ટીગ્રેટેડ એક્ઝૉસ્ટ પાઇપ્સ છે. આનો લૂક ઓલ ઓવર જોઇએ તો વૉલ્વોની આ મોટી એસ90 સેડાનની નાની બહેન જેવી લાગે છે.
5/6
ભારતમાં કંપનીએ વૉલ્વો એસ60 લૉન્ચ કરવામાં બહુ સમય લઇ લીધો છે. સૌથી પહેલા ડિઝાઇનની વાત કરીએ તો વૉલ્વો એસ60ને કંપની એક જ વેરિએન્ટ T4-Inscription ઉતારી રહી છે.
6/6
નવી દિલ્હીઃ સ્વીડનની લક્ઝરી કાર નિર્માતા કંપની વૉલ્વો દુનિયાભરમાં પોતાની આગાની છાપ છોડવામા સફળ રહી છે, સુરક્ષાને લઇને ખુબ ચર્ચામા રહે છે. હવે કંપની આગામી વર્ષ 2021માં માર્ચમાં વૉલ્વોની ત્રીજી જનરેશન વૉલ્વો એસ60ને લૉન્ચ કરવા જઇ રહી છે. જેનો અમે ત્રણ મહિના પહેલા હાઇટેક રિવ્યૂ કરી રહ્યાં છીએ.