નવી દિલ્હીઃ સ્માર્ટફોનમાં મળનારા સ્માર્ટફિચર્સને વધુ અપડેટ કરાવાની કોશિશ સતત ચાલુ છે. આ કડીમાં હવે વૉટ્સએપને વધુ અપડેટ કરી દેવામાં આવ્યુ છે. કેમકે હવે આ મેસેજ પ્લેટફોર્મ પર વધુ એક વસ્તુ એડ કરી દેવામાં આવી છે. કંપનીએ પોતાની ઇન્સ્ટન્ટ મેસેજિગ એપ યૂઝર્સને વૉટ્સએપમાં Add To Cart ફિચર્સની સુવિધા આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
2/5
આનો સીધો અર્થ છે કે તમે વૉટ્સએપનો ઉપયોગ કરતા શૉપિંગનો લાભ ઉઠાવી શકો છો. આના દ્વારા એપ પર રહેલા વૉટ્સએપ બિઝનેસ એકાઉન્ટને બ્રાઉલ કરવામાં આવશે, અને આ એક કાર્ટથી કેટલીય આઇટમોનો ઓર્ડર પણ પ્લેસ કરી શકાશે. (પ્રતિકાત્મક તસવીર)
3/5
જેમ કે તમે બીજા કોઇપણ ઓનલાઇન શૉપિંગ સાઇટ પર કરો છો તેવી જ રીતે આના પરથી પણ કરી શકાશે. બિઝનેસ એકાઉન્ટને બ્રાઉઝ કર્યા બાદ તમે ખરીદદારી કરી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)
4/5
સૌથી પહેલા જે પસંદ હોય તેને કાર્ટમાં એડ કરી લો, અને તેમાંથી કંઇક હટાવવા માંગો છો તે પણ કરી શકો છો. આ માટે ન્યૂ આઇકૉન પર ક્લિક કરો, અને જોઇ લો તમારા તૈયાર કરેલી લિસ્ટને. જો તમે આ લિસ્ટમાંથી તમે કંઇક રિમૂવ કરવા માગો તો તે પણ કરી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)
5/5
વળી, ઓર્ડર પ્લેસ કરવાથી લઇને પેમેન્ટ કરવા સુધી તમે વૉટ્સએપનો ઉપયોગ કરીને તમારી શૉપિંગને સુવિધાજનક બનાવી શકો છો. તમે ઓર્ડર પ્લેસ કરીને પેમેન્ટ કરશો ત્યારપછી તમારી ડિલીવરીની પ્રૉસેસ ચાલુ થઇ જશે. (પ્રતિકાત્મક તસવીર)