રિદ્ધિમાએ લખ્યું હતું કે, તમે મહાન હતા અને હંમેશા રહેશો. તમારા પ્રેમ માટે ધન્યવાદ. તમને ખૂબ યાદ કરીશું અંકલ. RIP રાજન અંકલ. રાજન નંદા ઋષિ કપૂરના જીજાજી હતા.
2/4
અમિતાભ બચ્ચને પણ પોતાના વેવાઈને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
3/4
મુંબઈ: રવિવાર રાત્રે જાણીતા ઉદ્યોગપતિ અને એસ્કોર્ટ્સ ગ્રુપના ચેરમેન રાજન નંદાનું નિધન થયું છે. બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચના વેવાઈ રાજન નંદાએ રવિવારે રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાજન નંદાની કંપની ટ્રેક્ટર અને અન્ય કૃષિ ઉપકરણો બનાવે છે.
4/4
રાજન નંદાના પરિવારમાં પત્ની ઋતુ નંદા, પુત્ર નિખિલ નંદા, પુત્રવધૂ શ્વેતા અને પુત્રી નતાશા છે. રાજનના દીકરા નિખિલના લગ્ન બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન સાથે થયા છે. રાજન નંદાના નિધન અંગે સૌથી પહેલા ઋષિ કપૂરની દીકરી અને રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સહાનીએ ઈંસ્ટાગ્રામ પર રાજન નંદાનો ફોટો શેર કરીને આપી હતી.