વહેલી સવારે પ્રાતઃ મહાપૂજન બાદ સોમનાથ મહાદેવને પિતાંબર અને વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલ જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં આરતી બાદ જય સોમનાથ જયશ્રી કૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
2/3
સોમનાથ: શ્રાવણનો અંતિમ સોમવાર સાથે જ જન્માષ્ટમીના પ્રસંગે ભક્તો હરિ-હર તીર્થ ધામ સોમનાથ મંદિરમાં ઉમટ્યા હતાં. સવારે શિવભજનોની સાથે કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન થયા હતા.
3/3
સોમનાથ મંદિરમાં મહાદેવને શ્રાવણી સાતમ પર્વે કેસરી પુષ્પનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં 101 કિલો ફૂલની પાખડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને જોઈને ભક્તો ધન્ય બન્યા હતાં અને દર્શન કરવા માટે લાઈનો લાગી હતી.