દાઉદની પત્નીનું નામ મહેઝબીન ઉર્ફે જુબીના જરીના છે. દાઉદના ચાર બાળકો છે. તેમાં એક છોકરો અને ત્રણ છોકરીઓ છે. દાઉદની સૌથી નાની દીકરી મૃત્યુ પામી છે. દાઉદના દીકરાનું નામ મોઈન ઈબ્રાહિમ, મોટી દીકરીનું નામ માહરુખ અને નાની દીકરીનું નામ માહરીન છે. દાઉદની મોટી દીકરી માહરુખના લગ્ન પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના દીકરા જુનૈદ મિયાદાદ સાથે થયા હતાં.
3/7
જાવેદ મિંયાદાદના પુત્ર જૂનૈદના નિકાહ ભારતીય અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પુત્રી સાથે થયા છે. 23, જુલાઇ 2005ના રોજ જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદના લગ્ન માફિયા દાઉદ ઇબ્રાહિમની દીકરી માહરુખ સાથે થયાં હતાં.
4/7
મિંયાદાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ રન બનાવનાર પાકિસ્તાની છે. પોતાની કારકિર્દીમાં ભારત વિરૂદ્ધ રમેલી 28 ટેસ્ટ મેચમાં 67.51ની સરેરાશ સાથે 2228 રન બનાવ્યા જેમાં 5 સદી અને 14 અડધી સદી સામેલ છે.
5/7
મિંયાદાદ અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ એવા દાઉદ ઈબ્રાહિમનો વેવાઈ છે. ભલે તે દાઉદનો વેવાઈ થઈ રહ્યો હોય પરંતુ ક્રિકેટમાં તેની સિદ્ધિઓ અને પ્રતિભાને અવગણી શકાય નહીં. પાકિસ્તાનના મહાન ક્રિકેટરોમાં દાઉદ અગ્ર સ્થાને છે. જોકે, પોતાની બેટિંગને લઈને જાણીતો બનેલો મિંયાદાદ પોતાની હરકતોના કારણે ઘણી વખત વિવાદોમાં રહ્યો હતો.
6/7
ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ક્રિકેટર્સે આ મામલે અંતર રાખ્યું છે. જોકે કેટલાક પૂર્વ ખેલાડીઓએ સર્જિકલ સ્ટ્રાઈક પર સેનાને અભિનંદ પણ પાઠવ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદે ભારત અને પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દરેક વ્યક્તિ શહીદી માટે તૈયાર છે.