પુજ્ય મહંત સ્વામીનું દુબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય પારંપરિક વેશભૂષામાં સજ્જ બાળકોએ પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું હતું.
3/6
મહંત સ્વામી યૂએઈની 11 દિવસની યાત્રા પર ગયા છે. આ દરમિયાન UAEમાં મહંત સ્વામીને સ્ટેટ ગેસ્ટ તરીકે બહુમાન આપવામાં આવ્યું છે.
4/6
પુજ્ય મહંત સ્વામી મહારાજની યુએઇ ખાતેની આ પ્રથમ ધર્મયાત્રા છે. પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ મુજબ યુએઇમાં અબુધાબી ખાતે રચાઇ રહેલા બીએપીએસ હિન્દુ મંદિરની શિલાન્યાસ વિધિ આગામી 20 એપ્રિલના રોજ થશે. વડાપ્રધાન મોદીએ UAEના પ્રવાસ દરમિયાન આ મંદિરની જાહેરાત કરી હતી.
5/6
6/6
નવી દિલ્હીઃ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ યુનાઇટેડ અરબ એમિરેટ્સની ધર્મયાત્રાનો ગુરુવારથી પ્રારંભ થયો હતો. દુબઈ આવેલા મહંત સ્વામીનું યૂએઈ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઇના મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને દુબઇના અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું.