શોધખોળ કરો
હાર્દિક પટેલ અને કિંજલનો Marriage Album, જુઓ લગ્નની ક્યાંય નહીં જોઈ હોય તેવી તસવીરો
1/15

2/15

3/15

4/15

5/15

6/15

7/15

8/15

9/15

10/15

11/15

12/15

પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલના સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના તેના કુળદેવી મંદિરમાં દિગસર ખાતે રવિવારે સંપૂર્ણ સાદગીથી સંપન્ન થયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ વરકન્યા ઘરે આવે પછી જે રૂપિયો રમાડવાની વિધિ થાય છે તે વિધિમાં જે જીતે તેનું દામ્પત્ય જીવનમાં ચાલે તેવી લોકવાયકા છે. આ પ્રમાણે જોઈએ તો લગ્ન સંપન્ન થઈ ગયા બાદ વિરમગામના હાર્દિકના નિવાસસ્થાને રમાયેલી ઓડિયે-કોડિયેની વિધિમાં કિંજલ સામે હાર્દિક પટેલનો પરાજય થયો હતો.
13/15

હાર્દિક અને કિંજલના લગ્નીની વિધિઓ સવારે 9-12 વાગ્યા સુધી ચાલી હતી. લગ્ન મંડપે પહોંચેલા હાર્દિકને કિંજલે ફૂલોનો હાર પહેરાવ્યો હતો. તેમજ ગુજરાતી પરંપરા મુજબ કિંજલની માતા એટલે હાર્દિકની સાસુએ જમાઈને પોંખ્યા હતા અને નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. ખૂબ જ સાદગીથી યોજાઈ રહેલા આ લગ્ન પ્રસંગમાં પરિવારજનો સિવાય અન્ય કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
14/15

અમદાવાદ: પાસ નેતા હાર્દિક પટેલ અને તેની નાનપણની મિત્ર કિંજલ પરીખે પ્રભૂતામાં પગલા પાડ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વર અને કન્યા પક્ષના પરિવારજનો પરોઢીયે જ દિગસર ગામ પહોંચી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે, હાર્દિક પટેલના લગ્ન ખૂબ જ સાદાઈથી થયા હતાં. જેમાં નજીકના પરિવારજનોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.
15/15

પાંચ વખત રમાયેલી વિધિમાં બે વખત હાર્દિક પટેલ જીત્યો હતો અને ત્રણ વખત કિંજલ જીતી ગઈ હતી. હાર્દિકના ઘરે શનિવારે મંડપ મુહૂર્ત, દાંડિયા રાસ યોજાયા બાદ રવિવારે વહેલી સવારે લગ્ન માટે દિગસર જાન પહોંચી હતી. જાનમાં વરકન્યા પક્ષના થઇને આશરે 450 લોકો દિગસર આઠ કલાકે પહોંચી ગયા હતા અને 12-30 કલાકે લગ્નની મુખ્યવિધિ પૂરી થયા પછી ઊંધિયા, બે શાક, પૂરી, રોટલી, ચોકલેટ બાસુંદી સહિતના મેનૂવાળું જમણ 1-30 કલાકે સંપન્ન થયું.
Published at : 28 Jan 2019 08:19 AM (IST)
View More





















