હાલમાં વૃદ્ધ મનમોહન ગુપ્તાની ફરિયાદ બાદ પોલિસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને રાધે માંના આ નવા કાંડની કહાની સામે આવ્યા પછી ફરી એક વખત મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે વિવાદિત રાધે માં.
2/7
એવું નથી કે રાધે માં પર આવા ગંભીર આરોપ લગાવનારાઓમાં વૃદ્ધ મનમોહન ગુપ્તા પ્રથમ વ્યક્તિ છે. આ પહેલા પણ રાધે માંની ધમકીઓ અને દબંગ અંદાજની કહાનીઓ સામે આવતી રહી છે. ટીવી અભિનેત્રી ડોલી બિન્દ્રાથી લઈને એક સમયે રાધે માંના રાજદાર રહેનાર ફગવાડાના સુરિન્દર મિત્તલ સુધીના લોકો રાધે માં પર મારી નાંખવાની ધમકી આપવાના આરોપ લાગ્યા છે. ત્યાર પછી રાધે માંની એક પછી એક કહાનીઓ સામે આવવા લાગી. ક્યારેક રાધે માં સ્કર્ટ પહેરેલ નજર આવી તો ક્યારેક ચિકન ખાતા અને દરેક કહાનીએ તેની ઇમેજ પર સવાલો ઉભા થવા લાગ્યા.
3/7
મનમોહન ગુપ્તા અનુસાર તે ઘર પર એકલા રહે છે. વૃદ્ધ છે માટે રાધે માંની ધમકીથી તેઓ ખૂબ જ ડરેલા છે. તેમના અનુસાર રાધે માં કોઈ દેવીનો અવતાર નથી રંતુ લાલ પહેરવેશમાં પાખંડની દેવી છે. લોકોના ધર્મ અને આસ્થાના નામ પર મૂર્ખ બનાવવા તે તેનો ધંધો છે.
4/7
વૃદ્ધ મનમોહન ગુપ્તાનો આરોપ છે કે રાધે માંએ તેના દિકરાઓને તેની સાથે કરી લીધા છે અને તેને ગુમરાહ કરીને તેની આંખો પર એવી પટ્ટી બાંધી દીધી છે કે તે કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી. તેનું કહેવું છે કે, તેના પુત્રોને તેમની પાસેથી છીનવી લીધા બાદ હવે તેની સંપત્તિ પર પણ પોતાનો કબજો જમાવવામાગે ચે અને માટે જ તેને ફોન કરીને ધમકી આપી રહી છે.
5/7
મુંબઈ રહેવાસી 68 વર્ષના મનમોહન ગુપ્તા. એ જ વ્યક્તિ છે જેની એમએમ મિઠાઈવાલા નામથી મુંબઈમાં મિઠાઈની જાણીતી દુકાન છે. રાધે માંની રાતો રાત પ્રસિદ્ધિ પાછળ વૃદ્ધ મનમોહન ગુપ્તાના પરિવારનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. તેના પરિવારના ઘણાં સભ્યોને રાધે માં પર અતૂટ શ્રદ્ધા છે. એક સમયે મનમોહન ગુપ્તા પણ રાધે માંના ભક્ત હતાં રંતુ હવે તેને એ જ રાધે માંથી પોતાના જીવનું જોખમ ઉભું થયું છે.
6/7
રાધે માં પર આરોપ છે કે તે મુંબઈના રહેવાસી એક વૃદ્ધની પાછળ પડી ગઈ છે. રાધે માં વૃદ્ધને ફોન કરીને ગંદી કાળો આપે છે. તેને મોતને ઘાટ ઉતારવાની પણ ધમકી આપી છે અને રાધે માંની આવી જ ધમકીઓને કારણે વૃદ્ધ માટે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તે ખૂબ જ ડરી ગયા છે અને એટલે જ તેમણે પોલિસમાં રાધે માંની આ અંગે ફરિયાદ નોંધાવી છે.
7/7
હાથમાં ત્રિશૂલ અને દેવીનું રૂમ, આ ચહેરાનો કોણ ઓળખતું નહીં હોય, આ છે રાધે માં. ખુદને દેવીનો અવતાર ગણાવનારી રાધે માં ઘણાં દિવસો પહેલા સમાચારમાં ચમકી હતી. એક પછી એક રાધે માંની નવી કહાની લોકોનો આશ્ચર્યમાંચકિત કરતી હતી. ફરી અચાનક રાધે માં ગાયબ થઈ ગયા. લોકોને લાગ્યું કે તેના પર લાગેલ આટલા બધા આરોપો પછી રાધે માં શાંત થઈ ગયા હશે પરંતુ એવું ન થયું કારણ કે હવે સામે આવ્યો છે રાધે માંનો નવો કાંડ અને રાધે માંના આ નવા કાંડની કહાની ખૂબ જ સેનસેશનલ છે.