ઉના, કોડીનાર અને ગીર ગઢડામા પણ ભારે વરસાદ પડ્યો હતો. ગીર ગઢડામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. ગીર પંથકમા વરસાદની એન્ટ્રી થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.
2/4
અમરેલીના રાજુલા,જાફરાબાદ, ધારી, ખાંભા સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. મેઘરાજાની પધરામણી થતા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
3/4
વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ હતી. ધોધમાર વરસાદના પગલે લોકો પણ અસહ્ય બફારાથી અકળાઇ વરસાદનો આનંદ માણવા બહાર નીકળી ગયા હતા અને વરસતા વરસાદમાં ન્હાવાનો આનંદ માણ્યો હતો. રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
4/4
રાજકોટ: અમરેલી પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા બે કલાકમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટના મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાં વરસ્યા હતો તો મેટોડા અને મવડી વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા ગયા હતા.