જયદીપ ગયા સોમવારે તેને મળવા આવ્યો હતો અને આખી રાત તેની સાથે રોકાયો હતો. એ પહેલા તેની સાથે ઝઘડો થતાં તે કામધંધો છોડીને જૂનાગઢ જતો રહ્યો હતો અને એક ધાર્મિક સ્થળે બે-ત્રણ દિવસ રોકાઇને પાછો આવ્યો હતો. જયદીપ મહિને જે કમાતો તેમાંથી ૧૫-૧૭ હજાર તેને આપી દેતો હતો.
2/7
આ હત્યાના કેસમાં પકડાયેલા લોહાણા યુવક જયદીપ પાસેથી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેણે કોલગર્લ સોની પાછળ કેવો પાગલ હતો અને તેની સાબિતી માટે શું કર્યું હતું, તે અંગે કેફિયત આપી હતી. સ્થાનિક અખબાર સાથેની વાતચીત દરમિયાન જયદીપે કહ્યું હતું કે હું સોનીને ખૂબ જ ચાહતો હતો.
3/7
જયદીપ તેને વેશ્યાવૃત્તિનો તેનો ધંધો છોડી દઈ સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. પરંતુ તે એમ કહેતી હતી કે તું જે પૈસા આપે છે તેનાથી કંઇ ન વળે, મારે મહિને લાખ એકનો ખર્ચો છે. તેના આવા વલણથી જયદીપ કંટાળી ગયો હોવાથી તેણે આજે જુનાગઢ જઇ ગિરનાર પરથી કૂદકો મારીને મરી જવાનો નિર્ણય કરોય હતો.
4/7
સોનીએ તેને એમ કહ્યું હતું કે, મને તારા એકલાથી ના ચાલે પણ તારા જેવા સાંજ પડ્યે ૨૦ જોઇએ....આ શબ્દો સાંભળતાં જયદીપે છરી કાઢીને ઘા ઝીંકી દીધા હતાં. આમ આત્મહત્યા કરવા નિકળેલા જયદીપને પ્રેમિકાના પોતાની મર્દાનગી અંગેના શબ્દો આકરા લાગતાં વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.
5/7
આ નિર્ણયની જાણ કરવા જયદીપ ઇકો કારમાં જામનગરથી રાજકોટ આવ્યો હતો અને સોનીને છેલ્લીવાર જોવા-મળવા તેના રૂમ સુધી ગયો હતો. પરંતુ તેણે જયદીપની વાત સાંભળવાની ના પાડી પ્રેમ કરતાં પૈસાને વધુ મહત્વ આપી જયદીપને રીતસર ધૂત્કારી કાઢ્યો હતો.
6/7
રાજકોટઃ ગઈ કાલે ભાવનગર રોડ પર આવેલા રેડ લાઇટ એરિયામાં એક કોલગર્લની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. આ કોલગર્લનો હત્યારો ખૂદ તેનો પ્રેમી નીકળ્યો છે. કોલગર્લે પ્રેમી લોહાણા યુવકને લગ્નની ના પાડતાં ઉશ્કેરાયેલા યુવકે કોલગર્લને છરીના ઘા મારીને રહેંસી નાંખી હતી.
7/7
જયદીપ તેને દોઢ વર્ષથી બેહદ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. મેં તેના પ્રેમની સાબિતી રૂપે પાવાગઢ ગયો ત્યારે મારી છાતી પર તેનું નામ 'સોની' ત્રોફાવ્યું હતું. જયદીપે જણાવ્યું હતું કે, એક સમયે તે પણ મને ખુબ પ્રેમ કરતી હતી અને અમારી વચ્ચે સેક્સ સહિત તમામ પ્રકારના સંબંધ હતાં.