પોલીસનું કહેવું છે કે, દરોડા દરમિયાન કોલેજીયન યુવક-યુવતીઓ કેબિનોમાં એકાંત માણતાં હતાં. જોકે ચેકિંગ દરમિયાન કોઇ વાંધાજનક વસ્તુ નહીં મળતાં યુગલોને જવા દેવાયાં હતાં પણ પાર્લરના સંચાલકો આશિષ વાઢેર અને ભાર્ગવદાસ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી.
2/4
આ પાર્લરમાં એક વાર કપલ જાય પછી તેમને સંપૂર્ણ પ્રાઈવસી મળતી હતી. પાર્લરનો સ્ટાફ કોલેજીયનને નક્કી કરેલા કલાક માટે બિલકુલ ‘એકાંત’ માણવા દેતો હતો અને જરાય ડિસ્ટર્બ નહોતો કરતો. આ સમયમાં અંદર કપલ શું કરતાં હશે તે અટકળનો વિષય છે પણ કોલેજની સામે જ આ પાર્લર હોવાથી ભીડ સતત રહેતી.
3/4
આ કોલેજીયન યુવક-યુવતીઓ પાસેથી સંચાલકો એક કલાક ‘એકાંત’ માણવાના 200 રૂપિયા ચાર્જ વસૂલતા હતા તેવી વિગતો બહાર આવી છે. આ અંગે સત્તાવાર રીતે પોલીસ દ્વારા કશું કહેવાયું નથી પણ બિનસત્તાવાર રીતે કલાકના બસ્સો રૂપિયા લેવાતા હોવાનું જાણવા મળ્યું છે.
4/4
રાજકોટ: પ્રદ્યુમનગર પોલીસ દ્વારા સોમવારે શહેરની ચૌધરી હાઇસ્કૂલ નજીક ચાલતા 'હેપી અવર્સ' નામના પાર્લરની કેબીનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ પાર્લરમાં દરોડો પાડતા કેબીનમાં રહેલા 13થી વધુ કોલેજીયન છોકરા-છોકરીનાં કપલ ઝડપાયાં હતાં.