શોધખોળ કરો
રાજકોટઃ બિઝનેસમેને યુવતી સાથે પરાણે સંબંધ બાંધી ઉતાર્યો વીડિયો, પછી શું થયું?
1/4

આ અંગેની વિગતો એવી છે કે, પોતાના પરિવારને મદદ કરવા માટે 20 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) સરસામાં સાડીના કારખાનમાં કામ કરતી હતી. ત્યારે છ દિવસ પહેલા વેપારી મુકેશે પ્રિયા પર કારખાનામાં જ બળાત્કાર કર્યો હતો. આ પછી યુવતીને પોતાના ઘરે બોલાવીને પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે તેણે યુવતીનો અસ્લીલ વીડિયો બનાવી લીધો હતો.
2/4

આથી યુવતીના પરિવાર દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી અને યુવતીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતાં જેતપુર પોલીસ જાગી હતી અને ગઈ કાલે પોલીસે મુકેશ વિરૂધ્ધ ૩૭૬ મુજબ ગુનો નોંધ્યો હતો અને મોડી રાત્રે તેની ધરપકડ કરી હતી.
3/4

રાજકોટઃ જેતપુરના સાડીના કારખાનાના માલિકે તેને ત્યાં કામ કરતી 20 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વેપારીએ યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ, જેતપુર પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
4/4

આ પછી મુકેશ પ્રિયાને બ્લેકમેલ કરતો હતો અને પછી તેને બાઇક પર લઈ જઈ અને એકવાર કારમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન મુકેશે યુવતીના ફોટા વાયરલ કરી દેતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેથી આ અંગે યુવતીના પરિવારે જેપુલ પોલીસને જાણ કરી હતી. જોકે, આ સમયે પોલીસે ફરિયાદ લીધી નહોતી.
Published at : 12 May 2018 04:58 PM (IST)
Tags :
Rajkot RapeView More





















