શોધખોળ કરો
રાજકોટ: પ્રોફેસરે યુવતીને કહ્યું, તારે પાસ થવું હોય તો મારી સાથે દીવની હોટલમાં રોકાવું પડશે પછી શું થયું? જાણો વિગત
1/5

પ્રોફેસર પંચાલ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપ થતાં આ વિદ્યાર્થિનીએ પણ હિંમત દાખવીને ત્રણ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરિયાદ કર્યા બાદ અંતે કમિટીના સભ્યોએ શુક્રવારે વિદ્યાર્થિનીનું નિવેદન લીધું હતું અને પંચાલનો ખુલાસો પૂછ્યો હતો.
2/5

જોકે, વિદ્યાર્થિની ના પાડતાં પ્રોફેસરે એવી ચિમકી આપી હતી કે, હાલ તો તું એકપણ પ્લાન્ટનો નમૂનો લઈ શકી નથી. આથી હવે પછી તારે મારી કારમાં દીવ આવવું પડશે અને હોટેલમાં પણ રોકાવવું પડશે. આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ તેના પિતાને દીવથી જ ફોન કરીને જાણ કરતાં પીએચડીનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડાવી દેવાયો હતો.
3/5

વિદ્યાર્થિની પુછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ અલગ-અલગ પ્લાન્ટના નમૂના લેવાના હતા. જેના માટે તેને દીવ જવા કહ્યું હતું. વિદ્યાર્થિની બસમાં દીવ પહોંચી હતી. પ્રોફેસર અચાનક જ કારમાં દીવ પહોંચ્યો હતો અને વિદ્યાર્થિનીને પોતાની કારમાં જબરજસ્તી આગલી સીટમાં બેસાડીને નાગવા બીચ લઈ ગયો હતો અને ત્યાં દરિયામાં ન્હાવા માટે તેણે વિદ્યાર્થિનીને દબાણ કર્યું હતું.
4/5

પ્રોફેસર પંચાલ સામે એક પીએચડીની વિદ્યાર્થિનીએ આધાર પુરાવા સાથે ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયો હતો. નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીના વડપણ હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી. અન્ય એક વિદ્યાર્થિની પણ પ્રોફેસરની કામૂક હરકતોના કારણે અભ્યાસ અધવચ્ચેથી છોડી ગયાની વિગતો સામે આવતાં શુક્રવારે તે વિદ્યાર્થિનીને બોલાવવામાં આવી હતી.
5/5

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા પ્રોફેસર પંચાલ સામે ચાલી રહેલી તપાસમાં શુક્રવારે વધુ એક પીએચડીની વિદ્યાર્થિનીએ નિવેદન આપ્યું હતું. જેમાં નિવૃત્ત જજના વડપણ હેઠળ નિમાયેલી કમિટીની હાજરીમાં જ નિવેદન આપવા આવેલી વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં પ્રોફેસરે એવું કહ્યું હતું કે, જો તારે પીએચડીમાં પાસ થવું હોય તો મારી સાથે દીવ આવવું પડશે અને હોટેલમાં પણ રોકાવવું પડશે. વિદ્યાર્થીનીએ જ્યારે નિવેદન આપ્યું તે સમયે કમિટીના તમામ મેમ્બર હાજર હતા.
Published at : 12 Jan 2019 11:49 AM (IST)
View More





















