શોધખોળ કરો
પરપ્રાંતીયોને લઈને હાર્દિક પટેલે શું આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગત
1/4

સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે. ખેડૂતોના અધિકાર તેમજ સામાજીક ન્યાયને લઇને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સભામાં હજારો ખેડૂતો અને લોકો જોડાશે. આવી રીતે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું.
2/4

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. જેને લઈને હાર્દિક પટેલે રાજકોટ જિલ્લાના સરપંચો સાથે બેઠક યોજી હતી. સરદાર પટેલની જન્મજયંતીને ઐતિહાસિક બનાવવા સંકલ્પ લીધો હતો. તેમ જણાવ્યું હતું કે, સરદાર પટેલે ખેડૂતોને લઈને જે સ્વપ્ન જોયું હતું તે સ્વપ્ન સાકાર કરવાનું અમે કામ કરીશું.
3/4

તેજસ્વી યાદવ સાથે વાત થઈ અને નીતિશકુમાર સાથે કોઈ વાત થઈ નથી. તમામ હિન્દુસ્તાનીને પાસ દ્વારા જરૂરી મદદ કરવામાં આવશે. અનામતના મુદ્દે 5-5 વર્ષે કોઈ નિર્ણય ન લઈ શકનાર રાજ્ય સરકાર આ મુદ્દે શું કરશે.
4/4

રાજકોટ: પાસ નેતા હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે છે. ત્યાર બાદ તે આટકોટ ખાતે ગરબાના ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપવાનો છે. રાજકોટમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી જેને પરપ્રાંતીય કહે છે તેને હું હિન્દુસ્તાની કહું છું.
Published at : 10 Oct 2018 04:39 PM (IST)
View More





















