શોધખોળ કરો
પિતાએ જ 5 લાખની સોપારી આપી પુત્રની કરાવી હત્યાઃ બીજાનું સંતાન હોવાની હતી શંકા, પત્નીની પણ આપી હતી સોપારી
1/12

મૃતકની ઓળખ દિપેશ વસોયા તરીકે થઇ છે જે મનહર પ્લોટમાં રહે છે. તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેની લાશને રૈયાધાર જવાના રસ્તે ખુલ્લા મેદાનમા ફેંકી દીધી હતી. આ મર્ડરમાં વધુ વિગતમાં પિતાએ પુત્ર જન્મના 33 વર્ષ બાદ પત્નીના ચારિત્ર પર શંકા કરી હતી. જેમાં આરોપીએ કબૂલાત આપી હતી કે, પહેલા તો પત્ની અને પુત્ર બન્નેની હત્યા કરવાનો પ્લાન હતો. પરંતુ કોઇ કારણોસર અંતમાં પ્લાન બદલી સાડા ચાર લાખ રૂપિયા ચૂકવી દઇને પુત્રની હત્યા કરાવી હતી.
2/12

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર મારેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પિતાએ જ પોતાના પુત્રની હત્યા માટે સોપારી આપી હતી. પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સગા પિતાને 33 વર્ષ પછી પોતાના મોટા પુત્ર અને માતા પર શંકા ગઇ હતી. પિતાને લાગ્યું હતું કે આ તેમનો પુત્ર નથી જેથી પિતાએ 5 લાખ રૂપિયાની સોપારી આપી પુત્રની હત્યા કરાવી હતી.
Published at : 23 Jun 2016 12:31 PM (IST)
View More





















