જો 20 ઓક્ટોબરના બોર્ડમાં પણ તેઓ ગેરહાજર રહે તો તેમની સામે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થઈ શકે તેમ હતી પરંતુ તેવું થયું નહોતું. કોંગ્રેસના અન્ય કોઈ કોર્પોરેટર ગેરલાયક ન થાય તે માટે વિપક્ષી નેતા અને દંડકે વ્હીપ જાહેર કરી કોર્પોરેટરોને સમયસર હાજર રહેવા આદેશ કર્યો હતો.
3/5
રાજકોટ: રાજકોટ મનપામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. પરંતુ બોર્ડ તોફાની બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામ સામે એક બીજા પર આક્ષેપો કરી રહ્યા હતા. તેમજ પ્રેક્ષક ગેલેરી ખોલવા પ્રશ્ને હોબાળો થયો હતો. ત્રણ જનરલ બોર્ડમાં રાજકોટના ગાર્ડનમાં વૃક્ષોની જાળવણી અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
4/5
મહાનગરપાલિકાના ગત જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં બેસી વિરોધ કરનાર કોંગ્રેસના કોર્પોરેટરો માટે આ બોર્ડ મહત્વનું બની ગયું હતું. કારણ કે જૂન માસમાં જે બોર્ડ યોજાયું તેમાં કોંગ્રેસના 13 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.
5/5
પરંતુ યોગ્ય જવાબ ન મળતા આ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પ્લાસ્ટિકનું વૃક્ષ લાવી કમિશનર અને મેયરને બતાવી અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવ્યા હોવાથી મનપામાં પ્રેવશ આપવા મનાઈ હોવા છતાં તેઓ આવતાં હોબાળો મચી ગયો હતો. પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.