રાજકોટ પોલીસે સ્ટોન કિલરને પકડવા માટે 1200 જેટલા પોલીસ જવાનોને કામે લગાડયા હતા. જેમાં પોલીસે અલગ અલગ પ્રકારના છ વેશ ધારણ કરી સ્ટોન કિલરને ઝડપ્યો હતો. એટલું જ નહીં પોલીસે ગે બનવાનો પણ વારો આવ્યો હતો. જેમાં પોલીસ ગે, મજૂર, લારીવાળો, બ્રાહ્મણ, મુસાફર, અને મુસ્લિમનો વેશ ધારણ કરવો પડ્યો હતો
2/6
પ્રથમ મર્ડર બાદ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, કિલર ગે છે. જેથી પોલીસ ગેનો વેશ ધારણ કરીને ગે ક્લબના સભ્યોને મળવા લાગી હતી અને માહિતી મેળવવાના પ્રયાસો કર્યા હતા. બાદમાં પોલીસ મુસાફર બની રેલવે અને બસ સ્ટેન્ડ પર તૈનાત રહી શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી રહી હતી.
3/6
અગાઉ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સ્ટોન કિલર હિતેષની ઓળખ કરી હતી. આ ફૂટેજના આધારે રિક્ષાચાલકોએ તેમની સાથે કામ કરતા હિતેષ હોવાનું કહ્યુ હતું. બાદમાં સ્ટોન કિલરને ઝડપી લેવા 70 દિવસમાં પોલીસને અલગ અલગ પાંચ વેશ ધારણ કરવાની ફરજ પડી હતી.
4/6
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયનો માહોલ પેદા કરનારો સ્ટોન કિલર ઝડપાઇ ગયો છે. પોલીસે અલગ અલગ છ પ્રકારના વેશ ધારણ કરીને સતત બે મહિના સુધી રાજકોટવાસીઓને ભયના ઓથાર હેઠળ મુકી દેનારા ગે સ્ટોન કિલર હિતેષ રામાવતને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે તેને જામનગરના બેડેશ્વરમાંથી ઝડપી લીધો હતો.
5/6
સ્ટોનકિલર સાથે અત્યંત નજીકનો સંબંધ ધરાવતી એ વ્યક્તિએ પોલીસ કમિશનરને તમામ માહિતી આપી હતી. હિતેષના નામ ઉપરાંત તેના જામનગરના એડ્રેસ તેમજ બાલાચડી નજીક હડિયાળા ગામે રહેતા હિતેશના બેન-બનેવીના નામ અને સરનામાં પણ તેણે પોલીસ કમિશનરને આપ્યા હતા. બાદમાં પોલીસની પાંચ ટીમો હિતેષના ઘર પર ત્રાટકી હતી.
6/6
સ્ટોન કિલર હત્યા બાદ લૂંટ ચલાવતો હતો જેથી પોલીસે મજૂરના વેશમાં ફરી રખડતા લોકો પાસેથી માહિતી એકત્ર કરી હતી. સ્ટોન કિલર જામનગર પાસેના એક ગામમાં છે તેવી માહિતી મળતાં રાજકોટ પોલીસ ત્યાં દોડી ગઇ હતી બ્રાહ્મણનો વેશ ધારણ કરી પોલીસ અહીં પહોંચી હતી.