અર્જુન ખાટરિયા અને કોંગ્રેસના યુવા નેતાઓએ મુકેશને માર મારતા તેને સ્થળ છોડી દીધું હતું અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી દીધી હતી. જોકે બાદમાં પોલીસ ફરિયાદ ટાળવામાં આવી હતી. ખાટરિયાએ આખી ઘટનાની રજૂઆત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને કરી હતી અને તેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ મુકેશનને છાવર્યાની વાત કહી હતી. આ સમગ્ર ઘટના પ્રભારીની હાજરીમાં જ ઘટી હતી.
2/5
રાજકોટઃ અમદાવાદમાં ચાલી રહેલી કારોબારીની બેઠક દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરિયા અને ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ માંડણકા વચ્ચે કાર્યાલયની બાજુમાં જ ચડભડ થઇ અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે પાર્ટીની કારોબારીની બેઠક બોલાવી હતી ત્યારે આ ઘટના બની હતી.
3/5
અર્જુન ખાટરિયા અને યુવા નેતાઓએ મુકેશ માંડણકાને માર માર્યો તેની પાછળ ગોંડલના તાલુકા કોંગ્રેસના કાર્યકર દિનેશ પાતર અને મુકેશ માંડણકા વચ્ચે દોઢ માસ પહેલા થયેલી વાતો અને ગાળાગાળી છે. આ ગાળને કારણે ખાટરિયા ગિન્નાયા હતા અને તેવામાં આ બેઠક વચ્ચે મુકેશે તેવર બતાવતા બંને વચ્ચે મારામારી થઇ પડી હતી.
4/5
ગોંડલ વિધાનસભાની ચૂંટણી એક વર્ષ પહેલા થઇ હતી જેમાં કોંગ્રેસ તરફથી ખાટરિયા ઉમેદવાર હતા. પાર્ટીએ ટિકિટ આપી તે પહેલા માંડણકાએ દાવેદારી નોંધાવી હતી પણ તે સમયે તેના પર એક મહિલાએ 21 ઓક્ટોબર, 2017ના દિવસે ગોંડલમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. માંડણકાએ આક્ષેપ કર્યો છે કે, આખું સ્કેન્ડલ અર્જુન ખાટરિયા પ્રેરિત હતું. તે સમયથી ખાટરિયા અને માંડણકા વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો અને દિનેશ પાતર સાથે ફોનમાં ઉશ્કેરાઇ જતા ખાટરિયાને ગાળો ભાંડી હતી.
5/5
અર્જુન ખાટરિયાએ સ્કેન્ડલ વિશે જણાવ્યું હતું કે, ‘જ્યારે મને ખબર પડી કે સ્કેન્ડલ ઓપરેટ કરવામાં મારું નામ આવ્યું છે એટલે મે તરત જ મુકેશ અને તેના સુધી આ ખોટી વાત પહોંચાડનારાઓને ગોંડલમાં આવેલી હરદત્તપુરીબાપુની જગ્યાએ બોલાવી સોગંધ લેવાની વાત કહી. હું ત્યાં પહોંચી ગયો પણ મુકેશ ન આવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખને મેં ત્યાંથી વીડિયો કોલ કર્યો અને જગ્યા પરથી સોગંધ ખાધા કે આ સ્કેન્ડલમાં મારો કોઇ હાથ નથી’.