શોધખોળ કરો
Advertisement
38 વર્ષના ધોનીનો જિમમાં ખતરનાક સ્ટંટ કરતો VIDEO થયો વાયરલ
ધોની વીડિયોમાં કાળા રંગનો ટ્રેક અને ટીશર્ટ પહેરીને જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ 38 વર્ષના છે, પરંતુ તેની ફિટનેસ યુવાઓને આજે પણ પ્રેરિત કરે છે. ધોનીનો સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની જિમમાં એક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. ધોનીનો આ નવો વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 5 મેચની ટી20 સીરીઝ દરમિયાન કેપ્ટન વિરાટ કોહીલએ પણ આ સ્ટંટ કર્યું હતું.
ધોની વીડિયોમાં કાળા રંગનો ટ્રેક અને ટીશર્ટ પહેરીને જોવા મળી રહ્યો છે. તેની સામે એક બૉક્સ મૂકવામાં આવ્યું છે જેની પર ધોની બે પગોથી એક સાથે કૂદીને બેસતો જોવા મળી રહ્યો છે. પ્રશંસકોએ આ વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે 38 વર્ષની ઉંમરે ધોનીની ફિટનેસ કમાલની છે. નોંધનીય છે કે ધોનીની ટીમના સૌથી ફિટ ખેલાડીઓમાં ગણતરી કરવામાં આવે છે. તેની સ્ફુર્તિ અને મદાન પર ટકી રહેવાની ક્ષમતા સૌને આશ્ચર્યમાં મૂકી દે છે.
મહેન્દ્ર સિંહ ધોની આઈસીસી વર્લ્ડ કપ 2019 બાદથી જ ક્રિકેટ મેદાનથી દૂર છે. હવે તે 29 માર્ચથી શરૂ થઈ રહેલ આઈપીએલમાં ક્રિકેટ મેદાન પર વાપસી કરશે. ધોનીએ વર્લ્ડ કપમાં અંતિમ મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમીફાઈનલ મેચ રમી હતી. એ મેચ બાદથી ધોની ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો નથી. આ દરમિયાન ધોનીએ પોતાના પરિવાર અને મિત્રોની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો, પરંતુ હવે તેણે ક્રિકેટ મેદાન પર વાપસીની તૈયારી કરી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement