શોધખોળ કરો
પૂર્વ ભારતીય ક્રિકેટર ફારૂખ એન્જીનિયર પર ભડકી બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ, જાણો કેમ
અનુષ્કાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પુરાવાઓ વગરનાં સમાચારોમાં તેનું નામ ઘસેડવામાં આવે છે.

મુંબઈઃ ભારતના પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયર દ્વારા વિરાટ કોહલી અને અનુષ્કાની ટીકા કર્યા બાદ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર યોગ્ય જવાબ આપ્યો છે. અનુષ્કા શર્મા શરૂઆતથી જ તેના પર લાગેલા તમામ આક્ષેપો પર મૌન રહી હતી, પરંતુ હવે મૌન તોડીને બધા આરોપો વિશે વાત કરી અને કહ્યું કે આ બધા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અનુષ્કાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પુરાવાઓ વગરનાં સમાચારોમાં તેનું નામ ઘસેડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની હાર બાદ ઘણીવાર અનુષ્કાનું નામ વિવાદોમાં ઘુસાડવામાં આવતુ હતુ. ગુરૂવારનાં એક અંગ્રેજી સમાચારપત્ર સાથે વાતચીતમાં ભારતનાં પૂર્વ વિકેટકીપર બેટ્સમેન ફારૂખ એન્જીનિયરે કહ્યું હતુ કે વર્લ્ડ કપ દરમિયાન પસંદગીકારો અનુષ્કાની સેવાચાકરીમાં લાગેલા હતા. જો કે તેમના નિશાને ભારતીય ટીમનાં પસંદગીકારો હતા.'
અનુષ્કા શર્માએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘મે હંમેશાથી એ માન્યું છે કે વ્યક્તિ માટે ખોટી અફવાઓ પર ચુપ રહેવું યોગ્ય છે. આ જ રીતે મે 11 વર્ષ કારકિર્દી હેન્ડલ કરી છે. મે હંમેશા મારા મૌનમાં સત્ય અને ગૌરવને જોયું છે. એવું કહેવામાં આવે છે કે કોઇ જૂઠને વારંવાર બોલવાથી તે સત્ય લાગવા લાગે છે અને મને ડર છે કે મારી સાથે આવું જ થઈ રહ્યું છે. મારા મૌનનાં કારણે મારી વિરુદ્ધ બોલવામાં આવેલા જૂઠ સત્ય લાગવા લાગ્યા છે, પરંતુ બસ…બહુ થયું.’
અનુષ્કા શર્માએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘મે હંમેશાથી એ માન્યું છે કે વ્યક્તિ માટે ખોટી અફવાઓ પર ચુપ રહેવું યોગ્ય છે. આ જ રીતે મે 11 વર્ષ કારકિર્દી હેન્ડલ કરી છે. મે હંમેશા મારા મૌનમાં સત્ય અને ગૌરવને જોયું છે. એવું કહેવામાં આવે છે કે કોઇ જૂઠને વારંવાર બોલવાથી તે સત્ય લાગવા લાગે છે અને મને ડર છે કે મારી સાથે આવું જ થઈ રહ્યું છે. મારા મૌનનાં કારણે મારી વિરુદ્ધ બોલવામાં આવેલા જૂઠ સત્ય લાગવા લાગ્યા છે, પરંતુ બસ…બહુ થયું.’ — Anushka Sharma (@AnushkaSharma) October 31, 2019પત્રમાં અનુષ્કાએ વધુમાં કહ્યું કે, “મારા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે હું હંમેશા ટીમ ઈન્ડિયાની સાથે રહુ છું અને પસંદગીકારોના નિર્ણયોને પ્રભાવિત કરું છું.” પરંતુ આવું નથી. અનુષ્કાએ તેની પોસ્ટમાં કહ્યું, “એવું પણ થાય છે કે મેચની ટિકિટ અને સલામતી માટે બોર્ડ મારો ખર્ચો ઉઠાવે છે પરંતુ એવું કંઈ નથી. હું મેચ અને ફ્લાઇટ માટે મારી પોતાની ટિકિટ ખરીદુ છુ. મેં જોડી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે હું ત્યાં જાણી જોઈને ગઈ હતી પરંતુ મને તેના માટે આમંત્રણ મળ્યું છે. ” વિરાટ કોહલીનાં પ્રદર્શનને લઇને પણ ઘણીવાર અનુષ્કા શર્માને ટ્રોલ કરવામાં આવી છે. આનો જવાબ આપતા તેણે લખ્યું કે, ‘મારા તત્કાલીન બોયફ્રેન્ડ અને હવે પતિ વિરાટ કોહલીનાં પ્રદર્શનને લઇને મને દોષ આપવામાં આવ્યો, પરંતુ હું ચુપ રહી. સાથે જ ભારતીય ક્રિકેટને લઇને ઘણી પાયાવિહોણી વાતોને લઇને નિશાને રહી. હું ત્યારે પણ ચુપ રહી. મારું નામ લઇને વાર્તાઓ બનાવવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે હું બંધ દરવાજા પાછળ થનારી મીટિંગમાં સામેલ રહી અને પસંદગી પ્રક્રિયામાં દખલ આપું છું, પરંતુ હુ ચુપ રહી.’ અનુષ્કાએ ક્રિકેટને લઇને પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને જવાબ ટ્વિટર પર પત્ર શેર કરીને આપ્યો છે.
વધુ વાંચો





















