FIFA World Cup Argentina beat Australia: લિયોનેલ મેસ્સીએ રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવીને આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
કતારમાં રમાઇ રહેલા ફિફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલની બીજી મેચ શનિવારે મોડી રાત્રે રમાઈ હતી
FIFA World Cup Argentina beat Australia: કતારમાં રમાઇ રહેલા ફિફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલની બીજી મેચ શનિવારે મોડી રાત્રે રમાઈ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમે શાનદાર રમત બતાવી ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ સાથે આર્જેન્ટિનાએ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
🇦🇷 The Quarter-finals await...#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/S7EKoQ4GVB
— FIFA World Cup (@FIFAWorldCup) December 3, 2022
આ મેચની સાથે લિયોનેલ મેસ્સીએ પણ ઈતિહાસ રચી દીધો છે. આ તેની કારકિર્દીની એકંદરે એક હજારમી મેચ છે. આ ઉપરાંત મેસ્સી વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાના ખેલાડી બની ગયો છે. તેણે દિગ્ગજ મેરાડોનાને પાછળ છોડી દીધો છે. મેસ્સીએ વર્લ્ડ કપ ઈતિહાસમાં આ 9મો ગોલ કર્યો હતો.
9️⃣ Lionel Messi
— FIFA World Cup (@FIFAWorldCup) December 3, 2022
8️⃣ Diego Maradona
Watch all of Leo Messi's #FIFAWorldCup goals on a night where he overtook the great Diego Maradona 🇦🇷
#Qatar2022
મેસ્સીએ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો હતો
વાસ્તવમાં મેચનો પહેલો ગોલ મેસ્સીએ કર્યો હતો. તેણે મેચની 35મી મિનિટે આ ગોલ કર્યો હતો. આ સાથે મેસ્સીએ વર્લ્ડ કપમાં ગોલન મામલે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધો છે. મેસ્સીના આ ગોલના કારણે આર્જેન્ટિનાએ પહેલા હાફમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.
The rollercoaster continues but Argentina move on at #Qatar2022 #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 3, 2022
આ પછી બીજા હાફમાં ફરી એકવાર આર્જેન્ટિનાએ પોતાની આક્રમક રમત બતાવી અને 57મી મિનિટે બીજો ગોલ કરીને વિજયી લીડ મેળવી લીધી. આ બીજો ગોલ જુલિયન અલ્વારેઝે કર્યો હતો. જોકે આ પછી આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડિઝે 77મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. આ ગોલ ઓસ્ટ્રેલિયાના ખાતામાં ઉમેરાયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં એક પણ ગોલ કરી શકી ન હતી. આ રીતે આર્જેન્ટિનાએ આ મેચ 2-1થી જીતી લીધી હતી.
હવે આર્જેન્ટિનાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ્સ સાથે ટકરાશે. આ મેચ શુક્રવારે (9 ડિસેમ્બર) ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં જીતનાર ટીમ સેમીફાઇનલમાં સ્થાન મેળવશે. હવે લિયોનેલ મેસ્સી વર્લ્ડ કપ ટાઈટલ જીતવાથી માત્ર 3 જીત દૂર છે. ક્વાર્ટર ફાઈનલ જીતવા સિવાય મેસ્સીની ટીમ હજુ સેમીફાઈનલ અને ફાઈનલ જીતી શકી નથી.
મેસ્સીએ નોકઆઉટમાં પ્રથમ ગોલ કર્યો
મેસ્સીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી આર્જેન્ટિના, બાર્સેલોના ક્લબ અને પીએસજી ક્લબ માટે કુલ એક હજાર મેચ રમી છે. આ દરમિયાન તેણે 789 ગોલ કર્યા છે. મેસ્સીએ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત નોકઆઉટ રાઉન્ડમાં ગોલ કર્યો છે.